ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓની તબીયત લથડી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી યુ.એન. મહેતા હોસ્પિટલ જતા હતા ને.
ત્યાં તેઓને પ્રધાનમંત્રી મોદી નો ફોન આવ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ફોન દ્વારા વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજયભાઈ રૂપાણી સાથે સ્વાસ્થ્ય અંગે.
ટેલીફોનીક માધ્યમથી વાતચીત કરીને માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રૂપાણી ને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથ યોગ્ય આરામ માટે પણ સલાહ આપી હતી.
હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવશે અને એરપોર્ટ થી નીકળ્યા ત્યારે હાથ બતાવી અભિવાદન પણ કર્યું હતું. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમને તૈયાર રાખવામાં આવી છે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ.
અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને.
આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં એક સભા દરમિયાન તેઓને ચક્કર આવ્યા હતા અને ત્યાં તેઓની તબીયત લથડી હતી અને તેઓને તુરંત હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment