કોરોનાવાયરસ ના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છ મહિના બાદ પ્રથમ વખત માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનો આંકડો 10 ની અંદર આવ્યો છે. 1 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને અન્ય 4 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન માં ઉમેરવામાં આવ્યો છે. ચાંદલોડિયા વોર્ડની ગોદરેજ ગાર્ડન સિટી માં 160 નાગરિકોની વસ્તી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં કુલ 9 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જે પૈકી આજરોજ કરવામાં આવેલા વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ 1 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દૂર કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલા નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આ મહત્વના સમાચા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલથી સધન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદીઓનો માટે રાહતના સમાચાર એ ગણી શકાય છે ધીરે-ધીરે કોરોના ની સ્થિતિ માંથી છુટકારો મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment