ગુજરાત રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ મેમો ફટકારવામાં આવે છે અને ઘણા લોકોને મેમો મળ્યા બાદ દંડ ભરતા નથી.આવા લોકો પર થોડા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને ચેકિંગ દરમિયાન બાકીની રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવશે.
આ માટે આરટીઓમાં જુના મેમો ઓનલાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આરટીઓમાં વાહન ની પ્રક્રિયા કરાવવા માટે અરજદાર જશે તો પહેલા આગળનો કોઈ મેમો બાકી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
જો મેમો બાકી હશે તો મેમો ભર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ટેક્સી, લક્ઝરી બસ, ટ્રાન્સપોર્ટ ના વાહનો માટે દર વર્ષે ફીટનેટ સર્ટિફિકેટ અને ટેક્ષ ભરવો ફરજિયાત છે.
હજારો વાહન માલીકોએ ટેક્સ ભર્યો ન હોવાથી તેમને આ અંગેની નોટીસ મોકલવામાં આવી છે.જો ટેક્ષ,મેમો નહીં ભર્યા હોય અને ચેકિંગ દરમિયાન વાહન ઝડપાશે તો વાહન ડિટેઇન કરવામાં આવશે.
અમદાવાદમાં 40 હજારથી વધુ વાહનચાલકોએ ટ્રાફિક ભગં ના મેમા ભર્યા નથી. ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ચેકિંગ માજો મેમો નહીં ભરેલો હોય તો સ્થળ પરજ ભરવો પડશે અને રાજ્યમાં પણ આ રીતે બાકી મેમા ની વસૂલ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment