કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને આજે સેશન્સ કોર્ટ દ્વારા મોટી રાહત મળી છે.હાર્દિક પટેલને રાજ્ય બહાર જવા મંજૂરી મળી છે.સેશન્સ કોર્ટમાં અરજીની શરતોમાં ફેરફાર માટે અને રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી.
આ અરજીનો રાજ્ય સરકારે અગાઉ વિરોધ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.
આજે પણ હાર્દિક પટેલે બહાર જવા 6 મહિના ની મંજૂરી માંગી હતી.આજે સેશન્સ કોર્ટે 3 મહિના એટલે કે,23 માર્ચ થી 23 જૂન સુધી 3 મહિના ની મંજૂરી આપી છે.
3 મહિના ની રાહત મળતા હાર્દિક પટેલ માટે મોટા રાહત ના સમાચાર સામે આવ્યા છે.આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ ના નેતૃત્વ માં મોટા પરિવર્તન ના એંધાણ છે.
ત્યારે હાર્દિક પટેલ માટે આ ફાયદાકારક સમાચાર ગણી શકાય છે.વર્ષ 2016 માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ.
કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ રાજદ્રોહ વિરોધ ગુનો નોંધાવ્યો હતો,જેમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment