ગોવા પાલિકાની ચૂંટણીમાં જાણો ભાજપ અને કોંગ્રેસ ને કેટલી મળી સીટ.

ગોવા નગરપાલિકાની ચૂંટણી 2021 ના મત ગણતરી પૂર્ણ થઈ છે. પણજી નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. ભાજપે પણજી નગરપાલિકામાં 30 માંથી 25 સીટ પર જીત મેળવી છે ત્યારે કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો નો સફાયો થયો છે. મત ગણતરી ની શરૂઆત થઈ.

ત્યારે ભાજપ મજબૂતાઈથી આગળ ચાલી રહી હતી અને પણ જે નગરપાલિકાના વોર્ડ નંબર 25 માંથી વાસુદેવ મનરેકર ની જીત થઈ છે.ગોવાની પણજી નગરપાલિકાના કુલ 30 સીટ છે.

ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના નવનિયુક્ત અતાનાસિયો મોન્સરેટે લીડ કરી છે. તેઓ વર્ષ 2019 માં ભાજપમાં જોડાયા હતા. જીત પછી તેઓએ કહ્યું કે હું ભાજપના કાર્યકર્તા છો.

પાર્ટી એ મને આ અભિયાન ચલાવવા માટે નીમ્યો છે. ભાજપે અતાનાસિયો મોન્સરેટે તૈયાર કરેલી પેનલ સમર્થન કર્યું હતું અને આ પેનલમાં ભાજપના ઘણા નેતાઓ સામેલ છે.

અને આ ઉપરાંત અતાનાસિયો મોન્સરેટે સાથે પાર્ટી ને છોડવા વાળા કેટલાક નેતાઓ પણ સામેલ છે.કોરોના ના કારણે છેલ્લા લાંબા સમયથી ટળેલી ચૂંટણી 20 માર્ચના રોજ કરવામાં આવી હતી.

ગોવામાં 17 ગ્રામ પંચાયત, નાવલી જિલ્લા પંચાયત અને સાંખલી નગરપાલિકાના વોર્ડ માં મતદાન થયું હતું. આમાં ફૂલ 423 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. આપને જણાવી દઇએ કે.

ગોવામાં પણજી નગરપાલિકા માટે શનિવારના રોજ મતદાન થયું હતું. તેમાં કુલ 82.59 ટકા મતદાન થયું હતું. CCP માં સૌથી ઓછું 70.19 ટકા મતદાન નોંધાયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*