વિકાસના કામો માટે પહેલીવાર ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો એક થઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કરી રજૂઆત, જાણો શું કરી રજૂઆત ?

Published on: 9:34 pm, Mon, 22 March 21

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 2021-22 નું 2.27 લાખ કરોડનું નવા કરબોજ વિનાનું બજેટ રજૂ કર્યું છે ત્યારે માર્ગ-મકાન વિભાગની માંગણીઓ પર નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ,દહેગામ, ધનસુરા નો ચારમાર્ગીય રોડ મંજુર કરવામાં આવ્યો છે.જે 190 કરોડના ખર્ચે ચાર માર્ગીય રોડ બનાવવામાં આવશે.10 હજારથી વધુની વસ્તી વાળા ગામના રસ્તા પોણા પાંચ મીટર ના બનાવવામાં આવશે.

ગાંધીનગર પિડીપિયું પાસે ઓવર બ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નર્મદા પર જેટલો રોડ એટલો જ બ્રિજ બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈવે 4 લેન હોય તો બ્રિજ પણ એટલો બનવામાં આવશે.

આ ઉપરાંત સાંસદોને પોતાના મતવિસ્તારમાં 2 કરોડ ના જોબ નંબર આપવામાં આવશે. પંચાયત વિસ્તારના રસ્તાઓ પાંચ વર્ષ બાદ રિકાપર્ટ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વિશાલા સર્કલ થી સરખેજ સુધી ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા અને ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિકાસના કામો માટે પહેલીવાર ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો એક થઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કરી રજૂઆત, જાણો શું કરી રજૂઆત ?"

Leave a comment

Your email address will not be published.


*