આજકાલ સોશિયલ મીડિયા પર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો નાના નાના રોગના કારણે મૃત્યુ પામે છે. આવો જ એક કિસ્સો ડીંડોલી માંથી સામે આવ્યો છે, સુરતમાં હાલ રોગચાળાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે, તેમાં વધુ એક બાળકીનું મોત નીપજ્યું છે.
ડીંડોલી માં ત્રણ વર્ષીય દિવ્યાંગ બાળકીનું ત્રણ દિવસના તાવ પછી સિવિલ હોસ્પિટલ લાવતા મોત નીપજ્યું છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, છેલ્લા 20 દિવસમાં નવ બાળકો સહિત 14 ના મોત નીપજતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર ડીંડોલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બનવારી ગોડ પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેને એક ત્રણ વર્ષની દીકરી અનન્યા દિવ્યાંગ હતી. જેને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો.
દીકરીને તાવ આવતો હોવાથી પરિવાર દીકરીને લઈને સુરતની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરીને તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, હાલ બાળકીનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે.
શહેરમાં છેલ્લા અઠવાડિયામાં 300 થી વધુ ઝાડા ઉલટી, મલેરિયા સહિત તાવના કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 20 દિવસમાં નવ બાળકો સહિત 14 લોકોના ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા અને તાવથી મોત નીપજયા છે. શહેરમાં રોગચાળા થી મોતના આંકડા વધતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અત્યારે આ રોગચાળામાં નાના બાળકો ખૂબ જ મૃત્યુ પામી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment