દેશભરમાં સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલા શિક્ષકે સુસાઇડ કરતી વખતે લાઇવ વિડિયો બનાવ્યો હતો. મહિલા શિક્ષકે પોતાના ફોનમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું અને ત્યારબાદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.
થોડીક વાર પછી મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. હાલમાં મહિલાના સુસાઇડનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર મહિલાએ વીડિયોમાં તેના પતિ અને સાસરિયાંઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મહિલા બોલતી જોવા મળી રહે છે કે, “બાય… હું જતી રહી છું. હવે તમે લોકો ખુશ થાઓ.
મેં તમને ખૂબ જ પરેશાન કર્યા છે ને? હવે હું તમને ક્યારેય પરેશાન નહીં કરું..” આવું બોલીને મહિલા શિક્ષકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના શુક્રવારના રોજ ઉત્તર પ્રદેશના કાસગંજમાં બની હતી. મૃત્યુ પામેલી મહિલા શિક્ષકનું નામ રંજના હતું.
તા-પિતાએ તેના પતિ, સાસુ, સસરા, ભાભી અને કાકી પર સુસાઇડ માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને મૃત્યુ પામેલી મહિલાના પતિ અને સાસુની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 17 માર્ચના રોજ બની હતી.
મહિલાએ પોતાના સાસરીયાના ઘરે ઝેરી દવા પીને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તપાસ દરમિયાન રવિવારના રોજ પોલીસે મહિલાનો ફોન તપાસ કર્યો હતો. ત્યારે ફોનમાંથી આ વિડીયો મળી આવ્યો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ રંજન હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી.
મહિલા શિક્ષિકાએ મોબાઈલના કેમેરાની સામે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું… જુઓ સુસાઈડનો LIVE વીડિયો… pic.twitter.com/CJ42M2VfSV
— GUJJU ROCKZ (@gujju_rockz) March 20, 2023
રંજન કોલેજમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. 2016માં મહેન્દ્ર પાન નામના વ્યક્તિ સાથે રંજન ના લગ્ન થયા હતા. રંજનને પાંચ વર્ષની દીકરી પણ છે. માતાનું મોત થતા જ પાંચ વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને રંજને આ પગલું ભર્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment