હાલમાં બનેલી એક ચોકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. આ ઘટનામાં એક ચોકલેતે 8 વર્ષના માસુમ બાળકનો જીવ લીધો છે. દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પિતા પોતાના દીકરા માટે ઓસ્ટ્રેલિયાથી ચોકલેટ લાવ્યા હતા. ચોકલેટ ખાધા બાદ દીકરા સાથે કંઈક એવું થયું કે પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના તેલંગણાના વારંગલમાં બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકનું નામ સંદીપ હતું અને તેની ઉંમર 8 વર્ષની હતી.
ધોરણ બેની અંદર અભ્યાસ કરતો સંદીપ શનિવારના રોજ ઘરેથી ચોકલેટ લઈને શાળાએ ગયો હતો. ચોકલેટ ખાધિયાબાદ સંદીપ અચાનક જ હાંફવા લાગ્યો હતો અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. ત્યારબાદ શિક્ષકે આ અંગે શાળાના ઓથોરિટી ને જાણ કરી હતી.
ત્યારબાદ તાત્કાલિક ધોરણે સંદીપને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં સંદીપનું મોત થયું હતું. સંદીપનું મૃત્યુ થતા જ ચારે બાજુમાં છવાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ દોડી આવ્યા હતા. ડોક્ટરે સંદીપના મૃત્યુનું કારણ જણાવ્યું કે શ્વાસ રૂંધાવાના જવાના કારણે સંદીપનું મોત થયું છે.
સંદીપના પિતા ઇલેક્ટ્રીકની દુકાન ચલાવે છે. 20 વર્ષ પહેલા તેઓ રાજસ્થાનથી અહીં આવ્યા હતા. તેમની ચાર બાળકો છે થોડાક દિવસો પહેલા જ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા. ઓસ્ટ્રેલિયાથી જ્યારે પરત આવ્યા ત્યારે તેઓ પોતાના બાળકો માટે ચોકલેટ લાવ્યા હતા.
તેમાંથી કેટલીક ચોકલેટ સંદીપ શાળાએ લઈ ગયો હતો અને ત્યાં જઈને ચોકલેટ ખાધિયા બાદ તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સંદીપે ચોકલેટ ખાધી પછી તે ચોકલેટ તેના ગળામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને તેનું મોત થયું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment