હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક દીકરીએ એવું પગલું ભરી લીધું કે આખું પરિવાર દોડતો થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર દીકરીના લગ્ન નક્કી થયા હતા અને દીકરીના પિતા લગ્નની તારીખ નક્કી કરવા માટે ગયા હતા. ત્યારે પાછળથી દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસને યુવતીના કપડામાંથી એક મોબાઇલ મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના ઝાંસીના ખૈરા ગામમાં બની હતી. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતીનું નામ અભિલાષા હતું અને તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી.
દીકરીના પિતાએ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું કે, મારી દીકરીએ બે વર્ષ પહેલાં 10 મુ ધોરણ પાસ કર્યું હતું. ત્યાર પછી દીકરીએ પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. એક મહિના પહેલાનો સંબંધ નક્કી થયો હતો. પિતાએ વધુમાં જણાવ્યું કે “હું 20 જાન્યુઆરીના રોજ સવારે દીકરીના લગ્નની તારીખ નક્કી કરવા માટે વેવાઈના ઘરે ગયો હતો. મારો મોટો દીકરો ભરત કામ પર બહાર ગયો હતો.
જ્યારે મારી પત્ની બાળકો સાથે ખેતરમાં ગઈ હતી. મારી મોટી દીકરી અભિલાષા અને પુત્રવધુ આરતી ઘરે હતા. બપોરના સમયે આરતી આંગણવાડીમાં રાશન લેવા માટે ગઈ હતી. વધુમાં દીકરીના પિતાએ જણાવ્યું કે, સાંજે જ્યારે પુત્રવધુ ઘરે પહોંચ્યા ત્યારે તેમને અભિલાષાનું મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ પુત્રવધુ એ આ ઘટનાની જાણ અન્ય લોકોને કરી હતી.
જ્યારે દીકરીના મૃત દેને નીચે ઉતારવામાં આવ્યું ત્યારે તેની પાસેથી એક મોબાઇલ મળી આવ્યો હતો. આ મોબાઈલ વિશે પરિવારના સભ્યોને કંઈ ખબર હતી નહીં. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામે ની દીકરી ના પિતાએ જણાવ્યું કે, લગભગ એક મહિના પહેલા મારી દીકરી અને પડોશમાં રહેતો છોકરો એકબીજા સાથે વાતચીત કરતા હતા.
પછી મેં મારી દીકરી અને છોકરાને સમજાવ્યા હતા. તેમ છતાં પણ બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. અને છોકરાએ કોઈને ખબર ન પડે તેમ મારી દીકરીને મોબાઈલ આપ્યો હતો. પછી તો અમે અમારી દીકરીના લગ્ન નક્કી કર્યા હતા. પરંતુ તે પહેલા દીકરીએ આ પગલું ભરી લીધું હતું. દીકરીના પિતાએ જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે છોકરા સામે કડકમાં કડક કાર્યવાહી થાય જેના કારણે બીજા ઘરની દીકરીઓ આ રીતે ભોગ ન બને.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment