હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દીકરીની ડોલી ઉઠે તે પહેલા તો પિતાએ દુનિયાને અલવિદા કહી દીધી છે. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ રાત્રે પિતા ફળદાન આપીને ઘરે પરત ફર્યા હતા. લગ્ન હોવાના કારણે ઘરમાં ફોક્સ લગાવવામાં આવ્યા હતા.
પરંતુ એક ફોક્સ લબુક-જબુક થવા લાગ્યો હતો. ત્યારે પિતા ફોક્સ સરખો ગરબા હોય છે. ત્યારે તેમની જબરદસ્ત વીજ કરંટ લાગે છે અને તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ જાય છે. આ ઘટના બન્યા બાદ પરિવારજનો તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દયાશંકર દૂબે નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. દયાશંકર દુબે ભોપાલની જેપી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. શનિવારના રોજ મોડી રાત્રે દયાશંકર દુબે પોતાની દીકરી ચિયાનો ફળદાન (તિલક)નો કાર્યક્રમમાં રતીબાદમાં ગયા હતા.
લગભગ 8.30 વાગ્યાની આસપાસ દયાશંકર ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન ઘરમાં લગાડેલો ફોક્સ ખરાબ થઈ ગયો હતો. તેથી તેને સરખો કરવા માટે દયાશંકર પાણીની ટાંકી પર ચડીને રીપેરીંગ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને જોરથી વીજ કરંટ લાગે છે અને તેઓ ત્યાંથી નીચે પડી જાય છે.
ત્યારબાદ પરિવારજનો અને દયાશંકરના મિત્રો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને દયાશંકરના મિત્રોએ જણાવ્યું કે દીકરીના લગ્નથી દયાશંકર ખુબ જ ખુશ હતા.
દયાશંકરના મૃત્યુ બાદ મિત્રોએ જણાવ્યું કે દીકરીના લગ્ન બંધ રાખવામાં આવશે નહીં. મહેમાનો ભલે ઓછા હોય પરંતુ દીકરીની ડોલી ઉડશે અને લગ્ન થશે. આ ઘટનાના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પરંતુ લગ્નમાં હાજર મહેમાનોએ દયાશંકરની દીકરી અને તેમના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment