ડેમમાં ન્હાવા ગયેલી 2 પિતરાઈ બહેનો ઉંડા પાણીમાં ડૂબી ગઈ, બંનેના કરૂણ મૃત્યુ – એક જ પરિવારની બે દિકરીના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો….

Published on: 2:54 pm, Mon, 2 May 22

હાલમાં બનેલી કોઈ દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે પિતરાઈ બહેનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ડેમમાં ન્હાવા ગયેલી બે યુવતીઓ ઉંડા પાણીમાં ડૂબી ગઈ હતી. આ કારણોસર બંનેના મૃત્યુ થયા છે અને બંને પિતરાઇ બહેનો હતી. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે બંને મદદ માટે બૂમાબૂમ કરી હતી.

પરંતુ લોકો મદદ માટે પહોંચે તે પહેલા તો બંને ઉંડા પાણીમાં ડૂબી ગઈ હતી. બંનેના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ધોરણ-10માં અભ્યાસ કરતી 13 વર્ષીય સીતા અને 11 વર્ષીય પૂજા કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના હરીપુરા ડેમમાં બની હતી. સીતા અને પૂજા હરીપુરા ડેમમાં ન્હાવા માટે ગઈ હતી. ન્હાતી વખતે બંને બહેનો અચાનક ઉંડા પાણીમાં ચાલી ગઇ હતી. આ દરમિયાન સીતા અને પૂજા મદદ માટે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા.

પરંતુ લોકો મદદ માટે આવે તે પહેલા તો સીતા અને પૂજા ડેમના ઉંડા પાણીમાં ડૂબી ગઈ હતી. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે ગામની ઘણી મહિલાઓ દૂર-દૂર કપડાં જોતી હતી. આ દરમિયાન મહિલાઓને બંને યુવતીઓની અવાજ સંભળાય છે.

અને ગામની બે યુવતીઓ ડૂબી ગઈ છે તેવી જાણ મહિલાઓને થાય છે. આ ઘટનાની જાણ થતાં ગામના લોકો અને બંને યુવતીના સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો બંને પિતરાઇ બહેનો ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યાર બાદ બંનેના મૃતદેહને ડેમ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ડેમમાં ન્હાવા ગયેલી 2 પિતરાઈ બહેનો ઉંડા પાણીમાં ડૂબી ગઈ, બંનેના કરૂણ મૃત્યુ – એક જ પરિવારની બે દિકરીના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો…."

Leave a comment

Your email address will not be published.


*