આજકાલ સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની જ પત્નીનું ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો છે. ત્યાર પછી પત્નીના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પતિની પૂછપરછ કરી હતી ત્યારે તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મુરાદાબાદમાંથી સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સોમવારના રોજ બપોરના લગભગ 12:00 વાગ્યાની આસપાસ કેટલાક ગામના લોકોને રસ્તાના કિનારા પર એક કોથળા જોવા મળ્યો હતો. જ્યારે ગામના લોકોએ તે કોથળો ખોલ્યો ત્યારે તેની અંદરથી એક યુવતી નું મૃતદેહ મળી આવ્યું હતું અને યુવતીના શરીર ઉપર અમુક કપડાઓ ન હતા.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે ગળું દબાવીને મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મૃત્યુ પામેલી યુવતીની ઓળખ થઈ ન હતી.
પોલીસે તેની ઓળખ માટે તેનો ફોટો આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનમાં મોકલી દીધો હતો. ત્યારે જાણવા મળ્યું કે મૃત્યુ પામેલી યુવતીનું નામ રુખસાર હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. એક પોલીસ સ્ટેશનમાં યુવતીની ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહિલાના મૃતદેહ મળી ગયા બાદ પોલીસે તેના પતિની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે શંકા ના આધારે મહિલાના પતિની કડક પૂજપરછ કરી હતી અને કડક પૂજપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો. મૃત્યુ પામેલો મહિલાનો પતિ બેકરી ચલાવે છે. સોમવારના રોજ વહેલી સવારે તેને બેકરીમાં જ પોતાની પત્નીનું દોરડા વડે ગળો દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.
ત્યારબાદ પોતાની પત્નીના મૃતદેહને એક કોથળામાં ભરીને બાઈક ઉપર મૂકીને રતુપુર ગામ પાસે રોડના કિનારે ફેંકી દીધું હતું. નવ વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. આ દંપતીને ત્રણ બાળકો પણ છે. પતિ પત્ની વચ્ચે સરખો મેળ ન હતો. બંને વચ્ચે રોજ ઝઘડા થતા હતા. આરોપી પતિએ પોલીસને જણાવ્યું કે દરરોજના ઝઘડાથી કંટાળીને તેને પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment