સાવ નાની એવી વાતમાં પિતા-પુત્ર અને પુત્રવધુનો જીવ લઈ લીધો, બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી… જીવ લેવાનું કારણ જાણીને ચોકી ઉઠશો…

સુરેન્દ્રનગર જિલ્લાના ફૂલગામ ગામે બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો જીવ લઈ લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બનતા જિલ્લાભર ખળભળાટ મચી ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો ગામમાં પડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે એક મહિના પહેલા ગટરના પ્રશ્નના લઈને બોલાચાલી થઈ હતી.

લગભગ એક બે દિવસ પહેલા આ વાતને લઈને ફરી એક વખત પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા આરોપીએ ધારદાર વસ્તુ વડે સામેના પરિવારના ત્રણ સભ્યોનો જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વિગતવાર વાત કરીએ તો આ ઘટનાનો ભોગ બનનાર પરિવાર અને આરોપી પરિવાર ગામમાં સામ સામે રહે છે. એક મહિના પહેલા બંને પરિવાર વચ્ચે ગટરના પ્રશ્નને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. જેનો ખાર રાખીને ઘટનાના દિવસે બપોરના સમયે ધર્મેન્દ્રભાઈ અને તેમના પત્ની દક્ષાબેન બહારથી ઘરે આવ્યા.

ત્યારે પડોશમાં રહેતા અગરસંગ માતરણીયાએ ધારદાર વસ્તુ વડે બંને ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. આદર્શ જોતા જ ધર્મેન્દ્રભાઈના પિતા હમીરભાઈ દોડીને ત્યાં પહોંચી આવ્યા હતા. ત્યારે આરોપીએ હમીરભાઈ પર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અને ભોગ બનનાર પરિવાર વચ્ચે ઘણા સમયથી ગટરના પ્રશ્નને લઈને ઝઘડા ચાલતા હતા અને બોલાચાલી થઈ રહી હતી. જેનો ખાર રાખીને આરોપીએ પિતા, પુત્ર અને પુત્રવધુનો જીવ લઈ લીધો છે. પોલીસે આરોપીની ધારદાર વસ્તુ સાથે અટકાયત કરી લીધી છે.

સમગ્ર ઘટનાને લઈને હાલવા પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધર્મેન્દ્રભાઈ અને દક્ષા બહેનના મૃત્યુના કારણે દસ વર્ષના દીકરાએ અને સાત વર્ષની દીકરીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. એક જ સાથે પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં જ સંબંધીઓ સહિત આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*