માતાએ દીકરાને પેટ સાથે બાંધીને કેનાલમાં મોતની છલાંગ લગાવી, 6 દિવસ બાદ બંનેનું મૃતદેહ મળી આવ્યું… કેનાલમાં કુદતા પહેલા માતાએ મોબાઇલ…

Published on: 2:40 pm, Tue, 7 February 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. છ દિવસ પહેલા ઘરેથી લાપતા થયેલા માં અને દીકરાનું મૃતદેહ એક કેનાલ માંથી મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સવારે બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. માતાના પેટ સાથે દીકરાનું મૃતદેહ બાંધેલી હાલતમાં મળી આવ્યું હતું.

આ કારણસર એવું કહેવામાં આવી રહ્યું છે કે માતાએ દીકરાને પોતાના પેટ સાથે બાંધીને કેનાલમાં મોતની છલાંગ લગાવી હશે. જેના કારણે બંનેના મૃત્યુ થયા હશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા છે. હવે આ ઘટનાને લઈને એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે, માતાએ શા માટે પોતાના દીકરા સાથે આ પગલું ભર્યું.

વિગતવાર વાત કરીએ તો આ ચોક આવનારી ઘટના બિકાનેરમાં બની છે. મળતી માહિતી અનુસાર થોડાક દિવસો પહેલા 30 વર્ષીય અનિતા નામની મહિલા પોતાના દોઢ વર્ષના દીકરા સાહિલ સાથે ઘરેથી લાપતા થઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાના સાસરિયાવાળાઓએ અને તેના પરિવારજનોએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ઇન્દિરા ગાંધી કેનાલ પાસે મહિલાનો મોબાઇલ અને બેગ મળી આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે અને SDRFની ટીમે કેનાલમાં બંનેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ ઘણા દિવસો સુધી કેનાલમાં બંનેની શોધખોળ કરી પરંતુ બંનેનું મૃતદેહ મળ્યું નહીં. છેવટે માં અને દીકરાની મૃતદેહ ફુલી ગયું અને જેના કારણે મૃતદેહ કેનાલમાં તરવા લાગ્યું હતું. પછી કોઈકે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ બંનેના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. માં અને દીકરાનું મૃતદેહ મળતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. માતાએ શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર છ દિવસ પહેલા અનિતા પોતાના સાસરામાંથી પોતાના પિયર જવા માટે નીકળી હતી.

ત્યારે તેને પોતાના પતિને કહ્યું હતું કે હું જઈ રહી છું. લેવા આવજો. ત્યારબાદ ફોન આવ્યો કે હવે હું ભાગછી નહીં આવું. તમારા દીકરાને લઈ જજો. કેનાલમાં કુદતા પહેલા અનિતા એ પોતાનો મોબાઇલ ફોર્મેટ કર્યો હતો. જેના કારણે મોબાઇલ માંથી પણ કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી. પોલીસે સમગ્ર ઘટનાને એને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો