સુરત(Surat): શહેરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક(Heart attack) આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વધુ એક તેવી જ ઘટના સુરતમાંથી સામે આવી રહે છે. અહીં સવારે રિક્ષામાં નોકરી પર જઈ રહેલા એક યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર યુવકને હાર્ટ એટેક આવ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ નિલેશ પાટીલ હતું અને તેની ઉમર 36 વર્ષની હતી. નિલેશ પાટીલ સુરતના લિંબાયત વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને તે મૂળ જલગાવ જિલ્લાનો વતની હતો.
તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તેના પરિવારમાં તેની પત્ની અને બે નાની દીકરીઓ છે. નિલેશ પાટીલ આજરોજ સવારે ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યો હતો. નિલેશ પાટીલ રિક્ષામાં નોકરી ઉપર જઈ રહ્યો હતો આ દરમિયાન રિક્ષામાં તેને હાર્ટ એટેક આવ્યો હતો.
તેથી નિલેશ પાટીલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે નિલેશની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ નિલેશ પાટીલના પરિવારના લોકો પણ સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
નિલેશ પાટીલનું મોત થતાં બે નાનકડી એવી દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જાણવા મળી રહ્યું છે કે, પાંચ મહિના પહેલા રોજગારીની શોધમાં નિલેશ પટેલ સુરત આવ્યો હતો. અહીં તેને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઇવર તરીકે નોકરી શરૂ કરી દીધી હતી. ત્યારે આજરોજ નિલેશ પટેલનું મોત થતાં પરિવાર ભાંગી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment