સુરતમાં રાત્રે નોકરી પરથી ઘરે આવતા 5 બાળકોના પિતાનું અકસ્માતમાં કરુણ મોત… 3 દીકરાઓ અને 2 દીકરીઓ બાપ વગરની થઈ ગઈ…

સુરતમાં છેલ્લા થોડાક દિવસોમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવી રહી છે. સુરતના ઉધનામાં અજાણ્યા વાહન ચાલકે એક યુવકને અડફેટેમાં લીધો હતો. જેના કારણે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રાત્રે નોકરી પરથી યુવક ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેની સાથે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થતા જ 5 બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. વિગતવાર વાત કર્યા તો મૂળ ઉત્તર પ્રદેશના 45 વર્ષીય રામ પ્રતાપસિંઘ સુરતના પાંડેસરા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. જાણવા મળી રહ્યો છે કે તેઓ ચાર મહિના પહેલા રોજગારી મેળવવા માટે સુરત આવ્યા હતા.

અહીં તે ક્રશ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની, ત્રણ દીકરાઓ અને બે દીકરીઓ છે. ગત 24 જૂનના રોજ તેઓ નોકરી પરથી રાત્રિના સમયે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

ત્યારબાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સ્થાનિક લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું છે.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. પરિવારના મોભીનું અકસ્માતમાં મોત થતા જ પરિવારજનો અને સદા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટનાના કારણે પાંચ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*