ચાલતી ટ્રેનમાં ગળામાં લોખંડનો સળીયો ઘૂસી જતા 4 વર્ષના દીકરાના પિતાનું મોત, આજે છે દીકરાનો જન્મદિવસ…માસુમ દીકરો માતાને પૂછી રહ્યો છે કે પપ્પા કેક લઈને ક્યારે આવશે…

થોડાક દિવસો પહેલા એટલે કે શુક્રવારના રોજ એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં ટ્રેનમાં બારી પાસે બેઠેલા યુવકના ગળામાં એક લોખંડનો સળીયો ઘૂસી જતા તેનું દર્દનાક મોત થયું હતું. આ ઘટના યુપીના અલીગઢમાં બની હતી. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ હરીકેશ હતું. હરીકેશના મૃત્યુ બાદ તેના પરિવારની હાલત જોઈને તમારે આંખોમાં પણ આંસુ આવી જશે.

મૃત્યુ પામેલા હરિકેશના માસુમ દીકરાનો આજરોજ જન્મદિવસ છે. આજે તેના દીકરાના ચાર વર્ષ પૂરા થવાના છે. માસુમ દીકરો પોતાની માતાને પૂછી રહ્યો છે કે પિતા કેક લઈને ઘરે પાછા ક્યારે આવશે. દીકરાને જોઈને પરિવારના તમામ સભ્યો રડી પડ્યા હતા.

મૃત્યુ પામેલા હરિકેશના પિતાએ જણાવ્યું કે, મારો દીકરો હરિકેશ 6 ડિસેમ્બરે તેના દીકરાના જન્મદિવસની તૈયારી કરી રહ્યો હતો. મારા પૌત્રના ચાર વર્ષ પૂરા થવાના છે. દીકરાનો જન્મદિવસ આવતો હોવાના કારણે મારો દીકરો હરિકેશ ખૂબ જ ખુશ હતો. પરંતુ હરિકેશ પોતાના દીકરા નો જન્મદિવસ ઉજવે તે પહેલા તેની અર્થી ઉઠી હતી.

તેને પોતાના દીકરા માટે જન્મદિવસના કપડા પણ ખરીદ્યા હતા, ખરીદેલા કપડામાં પોતાના દીકરાને જોવે તે પહેલા હરીકેશ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. આજે હરીકેશના દીકરાનો જન્મદિવસ છે અને તે વારંવાર કહી રહ્યો છે કે પિતા કેક ક્યારે લાવશે.પિતાએ વધુમાં જણાવ્યું કે મેં મારા દીકરાને દિલ્હીથી લખનઉ લગ્નમાં મોકલ્યો હતો.

તે ઘરે પાછો આવે ત્યારે અમારે નવું ઘર જોવા જવાનું હતું. પરંતુ તે પહેલા તેના મૃત્યુના સમાચાર મળતા પરિવાર ભાંગી પડ્યું છે. અમે આ ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે હરીકેશ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક લોખંડનો સળીયો તેના ગળામાં ઘૂસી ગયો હતો આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

આ ઘટના બાદ એવું કહેવામાં આવ્યું હતું કે રેલવે ટ્રેક પર પડેલું શરીર ઉછળીને હરિકેશ ગળામાં ઘૂસી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના પિતાએ આ ઘટના પાછળ રેલવેને જવાબદાર ગણાવ્યા છે. હાલમાં હરિકેશના પરિવારને હાલત ખૂબ જ નાજુક છે અને તેના પરિવારની હાલત જોઈને ગામના સભ્યો પણ ભાવુક થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*