મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે. ત્યારે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ આપણે ન વિચાર્યું હોય તેવી ઘટનાઓ બનતી હોય છે. રાજકોટ શહેરમાં મંગળવારના રોજ રામનાથ સ્મશાનની પાછળ હાજી નદીમાં બાવળિયાના ઝાડમાં એક અજાણ્યા વૃદ્ધ વ્યક્તિનું મૃતદેહ ફસાયેલી હાલતમાં જોવા મળ્યું હતું.
ત્યારબાદ આ ઘટનાની જાણ વિભાગની ટીમને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા ફાયરી વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને નદીમાંથી વૃદ્ધ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જરૂરી પંચનામા પૂર્ણ કર્યા બાદ મૃતદેહને માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મૃતદેહ કિશોરસિંહ ઝાલા નામના વ્યક્તિનું છે. થારોડ પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતદેહ વિનોદ નગરમાં રહેતા 60 વર્ષે કિશોરસિંહ ઝાલાનું છે, તેવું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર કિશોરસિંહ ઝાલા પોતાના દરરોજના કાર્યક્રમ મુજબ ટિફિન લઈને કામ પર જવા નીકળી ગયા હતા. પરંતુ તેઓ કંપનીએ પહોંચ્યા ન હતા, તેથી કંપનીના સ્ટાફ દ્વારા તેના પરિવારજનોને આ વાતની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ તેમની શોધખોળ કરી હતી પરંતુ તેમનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો.
છેવટે પતો ન લાગતા ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા તેમના પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. ત્યાં કિશોરસિંહ ઝાલાનું મૃતદેહ જોઇને તેમના પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર કિશોરસિંહ કામે જઈ રહ્યા હતા ત્યારે નંદાહોલ નજીક નાલા પાસે પહોંચતા તેઓ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. કિશોરસિંહ ઝાલાના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment