મિત્રો સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે થોડા દિવસો પહેલા પોલીસને મથુરા હાઇવે પરથી એક લાલ રંગની સૂટકેસ મળી આવી હતી. જ્યારે પોલીસે સૂટકેશ ખોલી ત્યારે પોલીસ પણ હચમચી ગઈ હતી. કારણકે આ સુટકેશમાંથી એક છોકરીનું મૃતદેહ મળી આવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે યુવતીની ઓળખ માટેની કામગીરી શરૂ કરી દીધી હતી.
ઘટના સ્થળના આસપાસના અનેક વિસ્તારોમાં યુવતીના ફોટા ઓળખ માટે મોકલી આપ્યા હતા. ત્યારે મિત્રો આ દીકરીની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામેલી દીકરીનું નામ આયુષ્ય હતું અને તે દિલ્હીની રહેવાસી હતી. દીકરી આયુષી ચાર દિવસથી ગુમ હોવા છતાં પણ પરિવારના લોકોએ ગુમ થવાનો કેસ નોંધાવ્યો ન હતો. રવિવારના રોજ મોદી સાંજે દીકરીના પરિવારના લોકો પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા.
માતા અને ભાઈએ દીકરીની ઓળખ કરી હતી. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે બાળકીનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના પિતાએ જ લીધો છે અને આ ઘટનામાં દીકરીની માતાએ પણ પિતાનો સાથ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પિતાએ બાળકીના શરીર ઉપર બે વખત ગોળી ચલાવી હતી. ત્યારબાદ તેના મૃતદેહને લાલ રંગની સુટકેશમાં પેક કરીને મથુરામાં ફેંકી દેવામાં આવ્યું હતું.
દીકરીનો શું વાંક હતો? કેવી રીતે દીકરીનો જીવ લેવામાં આવ્યો? કેવી રીતે દીકરીનું મૃતદેહ ફેકવામાં આવ્યું? આ તમામ સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલી બાળકીના પિતાને કસ્ટડીમાં લઈ લીધા છે. પોલીસ કર્મચારીઓએ આ ઘટનાને લઈને 300 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે પોલીસને બાટલીદારો પાસેથી માહિતી મળી હતી કે દિલ્હીના બંદરપુરની રહેવાસી એક યુવતી બે દિવસથી ગુમ છે.
ત્યારબાદ પોલીસ પોતાની ટીમ સાથે યુવતીના ઘરે પહોંચી હતી. અને ત્યારે યુવતીની ઓળખ થઈ હતી અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. મળતી માહિતી અનુસાર પૂજ પરચમાં જાણવા મળ્યું કે આયુષી બીસીએમાં અભ્યાસ કરતી હતી. જ્યારે પોસ્ટમોર્ટમ રૂમમાં માતા અને ભાઈ આયુષીનું મૃતદેહ જોયું ત્યારે બંને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા હતા.
આયુષીના પિતાનું નામ નિતેશ યાદવ છે અને તેઓ એક બિઝનેસમેન છે. 18 નવેમ્બર એટલે કે શુક્રવારના રોજ પોલીસને આયુષીનું મૃતદેહ મળી આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મથુરા પોલીસે યુવતીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આયુષીનો જીવ તેના પરિવારના સભ્યોએ લીધો છે કે અન્ય લોકોએ.
હાલમાં તો પોલીસને આયુષીના પરિવાર ઉપર શંકા છે. કારણકે દીકરી ગુમ થઈ ગઈ છતાં પણ પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી ન હતી. સમગ્ર ઘટનાની પૂછપરછ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ ઘટનાને લઈને ઘણા ખુલાસાઓ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment