પુત્રવધુના 25માં જન્મદિવસે સસરાએ 25 લાખ રૂપિયાનું દાન કર્યું… પુત્રવધુને ન સાચવતા દરેક લોકો જરૂર વાંચજો..!

આજે આપણે સુરેન્દ્રનગરના વતની અને દેશ-વિદેશમાં હાસ્ય કલાકાર તરીકે જાણીતા કે જેમણે પોતાની પુત્રવધુ ના જન્મદિવસ નિમિત્તે જમણવાર કે મોટા કાર્યક્રમ રાખીને દેખાડો કરવાની જગ્યાએ પુત્રવધુના 25 માં જન્મદિવસ નિમિત્તે જુદી જુદી સંસ્થાઓમાં રૂપિયા 25 લાખનું દાન કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.

હાસ્ય કલાકાર તરીકે ખૂબ જ જાણીતા બન્યા એવા ડોક્ટર જગદીશ ત્રિવેદી કે જેઓ દેશ વિદેશમાં પણ તેમણે સફળ પ્રોગ્રામો યોજ્યા છે. એવા માં જ તારીખ 12 ઓક્ટોબર 2017 ના રોજ તેમના 50 વર્ષ પૂર્ણ થયા તેથી વાનપ્રસ્થાનના વધામણાનો પણ કાર્યક્રમ કર્યો હતો. હાલ તો તેઓ ખૂબ જ જાણીતા બની ગયા છે.

વાત કરીએ તો તેમણે 11 કરોડ રૂપિયાનું દાન કરવાનો સંકલ્પ લીધો હતો. જેમાં અત્યાર સુધીના પાંચ વર્ષમાં તેઓએ પાંચ કરોડથી વધુનું દાન આપી ચૂક્યા છે અને હાલ તો તેમની પુત્ર વધુ ડોક્ટર રૂશાલી મૌલિકભાઈ ત્રિવેદીનો આઠ સપ્ટેમ્બરના દિવસે 25 મો જન્મદિવસ હોવાથી તેમણે તેના જન્મદિવસ નિમિત્તે રૂપિયા 25 લાખનું દાન એક સંસ્થામાં કર્યું અને સમાજમાં એક નવી ઓળખ મેળવી છે.

આપણે સૌ જાણીએ એવા કથાકાર રમેશભાઈ ઓઝા ના વતન દેવકા ખાતે આવેલી વિદ્યાપીઠમાં કન્યાઓને શિક્ષણ માટે વર્ગખંડ બનાવવા માટે તેમણે રૂપિયા 15 લાખ અને લીમડી કેળવણી મંડળ સંચાલિત પાણશીલા શિયાણીની શાળાઓમાં લાઇબ્રેરી અને ઓરડા બનાવવા માટે રૂપે દસ લાખનું દાન આપ્યું ત્યારે આવા મહાન વ્યક્તિઓ કે જે જન્મદિવસ પાછળ લોકો ઉજવણી કરવા કેટલાય રૂપિયા નો ખર્ચ કરી દેતા હોય છે.

એવામાં જ આ મહાન વ્યક્તિએ આજે અમુક સંસ્થાઓમાં દાન આપીને બીજા લોકો વિશે વિચાર્યું જે મહત્વની બાબત કહેવાય.હાલ તો ઘણા એવા લોકો હોય છે કે જેઓ પોતાના જન્મદિવસ નિમિત્તે મોટા મોટા દેખાડા કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી દેતા હોય છે.

ત્યારે હાલ એક પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડતા સુરેન્દ્રનગરના વતની એવા ડોક્ટર જગદીશ ત્રિવેદીએ કે જેઓ હાસ્ય કલાકાર તરીકે જાણીતા છે. તેમણે પોતાની પુત્રવધુ ના 25માં જન્મદિવસ નિમિત્તે એક સંસ્થામાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*