પિતા 3 વર્ષની દીકરીને શાળાએ મૂકીને ઘરે ગયા, પછી શાળામાં બન્યું કંઈક એવું કે માસુમ દિકરીનું રિબાઈ-રિબાઈને કરુણ મૃત્યુ – જાણો શાળામાં એવું તો શું થયું હશે…

દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ એક કિસ્સો સામે આવ્યો છે. આ દર્દનાથ કિસ્સો સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં સ્કૂલના મેદાનમાં રમી રહેલી ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે કંઈક એવું થયું કે બાળકીના માતા-પિતા દોડતા થઈ ગયા હતા. આ ઘટનામાં માસુમ બાળકીનું તડપી તડપીને મૃત્યુ થયું હતું.

બાળકીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતો વાર વાત કરીએ તો, આ ઘટના ગોરખપુરમાં બુધવારના રોજ બપોરના સમયે બની હતી. રામગઢતાલા વિસ્તારના કઝાકપુરના રહેવાસી જગદીશ નારાયણ શુક્લાએ પોલીસને જણાવ્યું કે, તેઓ બુધવારના રોજ સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ તેમની 3 વર્ષની દીકરી દ્રષ્ટિના એડમિશન માટે એપેકસ શાળામાં ગયા હતા.

ત્યાં સ્કૂલના મેનેજમેન્ટ અને કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારી દીકરીને અહીં જ મૂકેને ચાલ્યા જાઓ. તેથી હું મારી દીકરીને શાળામાં જ મૂકીને ચાલ્યો આવ્યો હતો. ઘરે આવ્યો ત્યારે તેની પત્નીને શાળામાંથી ફોન આવ્યો હતો કે તમારી દીકરીને શાળામાં ઈજા પહોંચી છે.

શાળા દ્વારા બાળકીના પરિવારજનોને કહેવામાં આવ્યું હતું કે, દીકરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ સાંભળીને દીકરીના પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ગયા ત્યારે જાણકારી મળી કે અહીં કોઈ બાળકે આવી નથી.

ત્યારબાદ બાળકીના પિતાએ સ્કૂલ મેનેજમેન્ટ સાથે પોતાની દીકરી વિશે પૂછપરછ કરી હતી. ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ગોળ ગોળ વાતો ફેરવવામાં આવતી હતી. થોડાક સમય થઈ ગયો ત્યારબાદ સ્કૂલ મેનેજર માસુમ બાળકીનું મૃતદેહ લઈને બાળકીના ઘરે પહોંચ્યો હતો.

દીકરીનું મૃતદેહ જોઇને પરિવારના સભ્યો ચોકી ઉઠ્યા હતા. સ્કૂલ મેનેજર પરિવારના લોકોએ જણાવ્યું કે, શાળાના મેદાનમાં પાણી ભરાયેલું હતું આ પાણીમાં ડૂબી જવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઈને બાળકીના પિતાએ સ્કૂલ મેનેજમેન્ટ પર બેદરકારીનો આરોપ લગાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*