હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાના 15 વર્ષના દીકરા સાથે કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. પુત્રનો જીવ લેવાનું કારણ જાણીને તમે પણ હચમચી જશો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 6 ડિસેમ્બરના રોજ બાંગરડા ગામમાંથી એક બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. બાળકનું મૃતદેહ ઝાડીઓ માંથી મળી આવ્યું હતું. બાળકના બંને હાથ તેના શરીરથી અલગ હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક દિવસ પહેલા બાળકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. તેના મૃતદેહ પર એક પણ પ્રકારનું કપડું પણ ન હતું. મૃત્યુ પામેલા બાળકનું નામ હરિઓમ ચૌહાણ હતું અને તેમની ઉંમર 15 વર્ષની હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે સંબંધીઓને પૂછ્યું ત્યારે સંબંધીઓએ કહ્યું હતું કે અમારે કોઈની સાથે દુશ્મની નથી. ત્યારબાદ પોલીસે પરિવારના તમામ સભ્યોને પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને બાળકના પિતા મોહનલાલ ચૌહાણ પર શંકા ગઈ હતી. શંકાના આધારે પોલીસે બાળકના પિતાની કડક પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, બે ડિસેમ્બરના રોજ રાત્રે 15 વર્ષના દીકરા હરિઓને તેના પિતાને અન્ય મહિલા સાથે ન જોવાની સ્થિતિમાં જોયા હતા. ત્યારબાદ મહિલા મોહનલાલ ચૌહાણને સતત દબાણ કરી રહી હતી કે તારા દીકરાને રસ્તા પરથી હટાવી દે અથવા તો હું સુસાઇડ કરી લઈશ.
આ પછી મહિલાએ બાળકના પિતા સાથે મળીને બાળકનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું. પ્લાનના આધારે પાંચ ડિસેમ્બર ના રોજ આરોપીઓ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ હરિઓમ ચૌહાણને ખેતરમાં લઈ ગયા હતા.અહીં આરોપી પિતાએ સૌપ્રથમ પોતાના દીકરાના બંને હાથ શરીરથી અલગ કરી નાખ્યા હતા. ત્યાર પછી પિતાએ પોતાના જ દીકરાનું દોરડા વડે ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.
ત્યારબાદ આરોપી પિતા પોતાના ઘરે આવી ગયા હતા. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો સાથે તે પણ સૂઈ ગયા હતા. તે ઘરે આવ્યા ત્યારે તેમને પરિવારના સભ્યોને કહ્યું હતું કે હું ખેતરમાં સિંચાઈ કરીને આવું છું. હરિઓમ ક્યાં છે? ત્યારબાદ પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યોને ગેરમાર્ગે દોરવા આરોપી પિતા દીકરાને શોધવા માટે ઇન્દોર આવ્યા હતા.
પોલીસે આરોપી પિતાની કડક પૂજપરજ કરી હતી ત્યારે આરોપી પિતાએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપી પિતાએ જણાવ્યું કે તેને સૌ પ્રથમ પોતાના દીકરાના બંને હાથ તેના શરીરથી અલગ કરી નાખ્યા. ત્યારબાદ તેનો જીવ લઈને તેના મૃતદેહને નજીકના બોરવેલ માં ફેંકી દીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી પિતા અને આરોપી મહિલાની ધરપકડ કરી છે. એકના એક દીકરાનું મૃત્યુ થતા જ પરીવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment