મિત્રો આજકાલ અકસ્માતાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઝડપી જીપે એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ પણ મોટી જાનહાની થઈ નથી. આ ઘટના જબલપુરમાં બની હતી. પિતા પોતાના દીકરા અને દીકરી સાથે ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. રસ્તામાં તેમની એકટીવાને એક જીપે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એકટીવા પર સવાર ત્રણેય વ્યક્તિઓ લગભગ 20 ફૂટ દૂર જઈને પડ્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં એકટીવા પર સવાર પિતા અને દીકરા દીકરીને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ રાત્રિના સમયે બની હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો બિલહારી નર્મદા નગર ફેઝ-2માં રહેતા પ્રમોદ ડાભોર નામના વ્યક્તિ પોતાના દીકરા-દીકરીને કોચિંગ માંથી લેવા ગયા હતા. પ્રમોદભાઈ પોતાના બંને બાળકોને એકટીવા પર બેસાડીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નર્મદા નગર ની સામે રોડ ક્રોસ કરવાનો હતો. તેઓ ટ્રાફિક જોઈને ડિવાઇડર પાસે ઉભા હતા.
આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવતી જીપે તેમની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં પ્રમોદભાઈ અને તેમના બંને બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસે સવારે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
એકટીવા પર સવાર પિતા અને દીકરા-દીકરીને ઝડપી જીપે જોરદાર ટક્કર લગાવી, જીપ એકટીવાને 20 ફૂડ સુધી…અકસ્માતનો વિડીયો જોઈને રુવાટા બેઠા થઈ જશે – જુઓ વિડિયો pic.twitter.com/a6jsHdpPGw
— GUJJU ROCKZ (@gujju_rockz) October 13, 2022
પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બની આબાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા પ્રમોદભાઈ અને તેમના બંને બાળકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકોએ જીપચાલકને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment