ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે ગાંધીનગરની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગરના સરિતા ઉધનાથી ઇન્દોર રોડ પર પૂરમાં ઝડપથી આવતી એક કારે એક્ટિવાને ટક્કર લગાવી હતી. તેના કારણે એક્ટીવા પર સવાર પિતા-પુત્ર અને ગંભીર ઈજા પહોંચી હતી.
આ અકસ્માતમાં 14 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને પિતાને જ્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગાંધીનગરના 8 ખાતે કાચા છાપરામાં રહેતા પરેશભાઈ કાંતિભાઈ મકવાણા સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર ગઈકાલે સોમવારના રોજ સવારે હરેશભાઈ તેના પુત્રને લઈને એક્ટીવા પર શાકભાજી લેવા માટે નીકળ્યા હતા.
ત્યારે ઉધના રોડ પર તેમની એક્ટિવાને એક બેકાબૂ કાર ચાલકે ખુબ જ ઝડપ માં ટક્કર લગાવી હતી. તેના કારણે પિતા અને પુત્ર બંને ઉછળીને જમીન પર નીચે પડ્યા હતા. આ અકસ્માતમાં 14 વર્ષીય પુત્ર પૃથ્વીરાજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેના કારણે તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.
અકસ્માત બનતા આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હરેશભાઈ ને 108ની મદદથી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ રસ્તામાં હરેશભાઈ નું મૃત્યુ થયું હતું. ગણતરીના કલાકોમાં જ પિતા-પુત્રનું માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઘટનાને લઇને મૃતકના પરિવારજનોએ GJ 18 BM 4082 નંબરના કારચાલક વિરોધ ગુનો નોંધાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment