ભારતે દેખાડેલી માનવતા સામે પાકિસ્તાન ઝૂક્યું,ઇમરાન ખાને કરી મોટી જાહેરાત

Published on: 3:11 pm, Tue, 23 November 21

ભારતમાંથી અફઘાનિસ્તાનમાં ઘઉં પહોંચાડવાને લઈને પાકિસ્તાન દ્વારા રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતમાંથી 50 હજાર ટન ઘઉં પાકિસ્તાનના રસ્તે અફઘાનિસ્તાન પહોંચાડવામાં આવશે જેથી ઘણા લોકોને મોટી રાહત મળી રહેશે.

આપને જણાવી દઇએ કે આ નિર્ણય માનવીય અધિકારો ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ભારત સરકાર આ પ્રક્રિયા જલ્દીથી પુરી કરશે અને ત્યારબાદ અફઘાનિસ્તાન ના લોકો સુધી ભારતના ઘઉં પહોચાડવામાં આવશે.

પાકિસ્તાની પીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે અફઘાની નાગરિકો ઈલાજ અર્થે ભારતમાં ગયા છે તે લોકોને પરત અફઘાનિસ્તાન જવું હશે તો તેમની મદદ કરવામાં આવશે.તાલિબાન સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ફલાઈટો બંધ છે

જેના કારણે ઘણા અફઘાનની નાગરિકો હજુ પણ ભારતમાં જ છે. અગાઉ પાકિસ્તાનના કારણે ઘણા વર્ષોથી ભારત તેમના રસ્તે અફઘાન ને ઘઉં નોતુ મોકલી શકું. જોકે બાદમાં ચાબહાર પોર્ટ ની સ્થાપના થયા બાદ અફઘાનમાં ઘઉં મોકલવાનું સંભવ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!