પિતા અને આઠ મહિનાના દીકરાનું એક સાથે તડપી તડપીને મોત…જો હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પિતા અને પુત્ર સાથે કંઈક એવું બન્યું કે બંનેનો દર્દનાક મોત થયું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યો છે કે, વીજળી વિભાગની બેદરકારીના કારણે એક વૃદ્ધ પિતાની નજર સામે દીકરા અને પૌત્રનું મોત થઈ ગયું હતું. જ્યારે પુત્રવધુ અને પૌત્રી આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા.

આ ઉપરાંત ઘરના વાડામાં બાંધેલી બે ગાયો અને એક ભેંસનું પણ વીજ કરંટ લાગવાના કારણે મોત થયું હતું. આ હચમચાવી દેનારી ઘટના પ્રતાપગઢ જિલ્લામાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રબકચંદ નામના વ્યક્તિના ઘરની ઉપરથી 11 KV પાવર લાઈન પસાર થઈ રહી છે. ઘટનાના દિવસે બપોરે 12:30 વાગ્યાની આસપાસ અચાનક જ પાવર લાઈનનો બીજો વાયર તૂટી ગયો હતો.

આ વાયર તૂટીને ઘરની સામે લગાવેલા ટીન શેડ પર પડ્યો હતો. ત્યારે આજરોજ સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ રબકચંદને જમીન પર પગ મુકતા જ કરંટ લાગ્યો હતો. જેથી તેમને બહાર જઈને જોયું ત્યારે જાણવા મળ્યું કે, ઈલેક્ટ્રીક વાયર ટીન શેત પર પડ્યો છે. જેના કારણે શોર્ટ સર્કિટ થઈ રહી છે.

જેના કારણે તેમને તરત જ ઘરમાં સૂતેલા પોતાના 12 વર્ષના પૌત્ર અર્પિતને જગાડીને ઘરમાંથી બહાર કાઢ્યો હતો. ઘરની બહાર ભાગતી વખતે રબકચંદે પોતાના દીકરા પ્રેમચંદ અને પુત્રવધુને બૂમ પાડીને ઘરમાં કરંટ છે, તેવું જણાવ્યું હતું. પરંતુ આ દરમિયાન દીકરો પ્રેમચંદ પોતાની પત્ની અને બે બાળકો સાથે ઘરની અંદરના રૂમમાં સૂતો હતો.

પિતાની બૂમ સાંભળીને પ્રેમચંદ પોતાની પત્ની અને બંને બાળકો સાથે ઘરની બહાર દોડી આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો કરંટ અડધા ઘરમાં ફેલાઈ ગયો હતો. જ્યારે પ્રેમચંદ પોતાના આઠ મહિનાના દીકરા સાથે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેથી બંને ત્યાં જ પડી ગયા હતા. આ ઘટનામાં રબકચંદની નજરની સામે તેમના પુત્ર અને પૌત્રનું મોત થઈ ગયું હતું.

સમગ્ર ઘટનાની જાણ ગામના લોકોને થયા બાદ ગામના લોકોએ મળીને વીજ પુરવઠો ગામમાં બંધ કરાવી દીધો હતો. આ ઉપરાંત ઘરની બીજી બાજુ નજીકમાં બાંધેલા બે ગાય અને ભેંસનું વીજ કરંટના કારણે મોત થયું હતું. વીજળી વિભાગની બેદરકારીના કારણે મનુષ્ય અને ત્રણ પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ગામમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*