આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક અજાણ્યા વાહને બાઈક પર સવાર પિતા અને પુત્રીને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે, દીકરીની નજર સામે પિતાનું મોત થઈ ગયું હતું. આ ઘટના જોધપુર શહેરમાંથી સામે આવી રહી છે. અહીં એક પિતા તેમની દીકરીને સાવનના પહેલા સોમવારે મંદિરે દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી અને ત્યારબાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની ઘટનામાં પિતા અને પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સ્થાનિક લોકો સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે પિતાને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ મૃતકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
વાત કરે તો રામુરામ નામનો વ્યક્તિ સોમવારના રોજ સવારના સમયે પોતાની દીકરી ગાયત્રીને બાઈક પર બેસાડીને મંદિરે દર્શન કરવા માટે જતો હતો. આ દરમિયાન રસ્તામાં અજાણ્યા વાહન તેમની બાઈકને ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પિતા અને પુત્રી રોડ ઉપર ભટકાયા હતા, જેના કારણે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા.
પછી ખાનગી એમ્બ્યુલન્સની મદદથી બંનેને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રામુરામની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દીકરી ગાયત્રીની હાલત હાલમાં સારી છે અને તેની સારવાર ચાલુ છે. આ ઘટના બનતા જ 13 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment