ઘરે ગયા વગર ફાઈવ સ્ટાર હોટલ બુક કરાવીને, યુવતીએ હોટલની રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો… જાણો શું છે આ સમગ્ર ઘટના…

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવતીએ ફાઇસટાર હોટલમાં રૂમ બુક કરાવીને રૂમમાં સુસાઇડ કરી લીધું હતું. મૃત્યુ પામેલી યુવતી સરકારી દવાખાનામાં નોકરી કરતી હતી. મળતી માહિતી અનુસાર દિલ્હીની હોટલ હોલીડે ઇનની એક રૂમમાંથી યુવતીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતું મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ હોટલમાં ભારે ભાગદોડ બચી ગઈ હતી. તે માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રવિવારના રોજ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ મયુર વિહાર પોલીસ સ્ટેશનને સુચના મળી હતી કે હોટલની રૂમમાં એક મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો છે. મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી યુવતી ની ઉંમર 28 વર્ષની હતી અને તેનું નામ આશના બીમા હતું. તે જંગપુરાની રહેવાસી હતી.

મળતી માહિતી અનુસાર યુવતી 8 જુલાઈના રોજ એક હોટલમાં રોકાઈ હતી. તે દિવસે બપોરે 2.50 વાગ્યાની આસપાસ હોટલના સ્ટાપે બિલ માટે યુવતીનો સંપર્ક કર્યો હતો. પરંતુ યુવતીની રૂમમાંથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ હોટલના સ્ટાફે માસ્ટર કી નો ઉપયોગ કરીને રૂમનો દરવાજો ખોલ્યો હતો.

રૂમનો દરવાજો ખોલતાજ હોટલનો સ્ટાફ હચમચી ગયો હતો. કારણકે રૂમમાંથી યુવતીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. મૃત્યુ પામેલી યુવતી CGHS દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતી હતી. તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે તે એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી અને આ વાત તેના માતા-પિતાને પસંદ ન હતી.

જેથી તે ખૂબ જ ના ખુશ થઈ ગઈ હતી. જેના કારણે સાત જુલાઈના રોજ પરિવારના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી તે બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ દીકરીની ગુમ થવાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામે અને યુવતીના શરીર ઉપર કોઈ પણ પ્રકારના ઈજાના નીશાન નથી. ઉપરાંત તેની પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી આવી નથી. તેનું મૃત્યુ કયા કારણોસર થયું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*