સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આગ્રામાં શુક્રવારના રોજ એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે કેસ નોંધ્યા ના 24 કલાકમાં આરોપી પતિ પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓએ યુવકનો જીવ લેવા માટે કુહાડીનો ઉપયોગ કર્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 25 વર્ષે સિકંદર બુટ ની ફેક્ટરી ચલાવતો હતો. બંટી નામનો યુવક તેના ઘરની નજીક રહેતો હતો. સિકંદરનું બંટીની પત્ની સોનિયા સાથે અફેર ચાલતું હતું. જેના કારણે સિકંદર પોતાની કમાણી સોનિયાને આપતો હતો. તે બધા પૈસા સોનિયા પોતાના પતિ અને બંને દીકરાઓ ઉપર વાપરતી હતી.
મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઈને સિકંદર ના પિતાએ જણાવ્યું કે, દીકરો સિકંદર છેલ્લા કેટલાક સમયથી ઘર તોડીને ફરીથી બનાવી રહ્યો હતો. આ કારણોસર તે કામ પર જતો ન હતો અને બધો સમય તે ઘર બનાવવામાં કાઢતો હતો. જેના કારણે સિકંદરની આવક ઓછી થઈ ગઈ હતી. આવક ઓછી થતા જ સિકંદર સોનિયા અને બંટીને પહેલાની જેમ મોજ મસ્તી કરાવી શકતો ન હતો.
સિકંદર અને સોનિયાના પ્રેમ સંબંધ વિશે આખા વિસ્તારને ખબર હતી. જેના કારણે બંટી સિકંદરથી ચિડાવવા લાગ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, બંટીએ સિકંદરનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. તેને ખબર હતી કે સિકંદરના મકાનનું કામકાજ ચાલતું હોવાના કારણે તેઓ નજીકના ભાડાના મકાનમાં રહે છે.
તેથી બંટીએ પોતાના 20 વર્ષે દીકરા અંકુશ અને 18 વર્ષે આદિત્ય અને તેના મિત્ર આશિષ સાથે મળીને સિકંદર નો જીવ લેવાનો પ્લાન બનાવ્યો. ઘટના બની તે દિવસે સિકંદર ભાડાના મકાનમાં સૂતો હતો. ત્યારે બંટી પોતાની પત્ની સોનિયાને સિકંદર પાસે મોકલે છે. ત્યાં સિકંદર અને સોનિયા વચ્ચે સંબંધ બંધાયા હતા. ત્યારબાદ સિકંદર સૂઈ ગયો હતો.
ત્યારબાદ સોનિયા ઘરમાંથી બહાર આવી અને આ વાત પોતાના પતિ બંટીને કરી હતી. તેથી બંટી પોતાના બંને દીકરો અને તેના દીકરાના મિત્ર સાથે ઘરમાં ઘૂસી ગયો. ત્યારબાદ કુહાડી વડે બંટીએ સિકંદર નો જીવ લઇ લીધો. અને તમામ આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સિકંદરનું મૃત્યુ થતાં જ ચારેય બાજુ ભારે હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટનાના 24 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment