પીએમ કિસાન હેઠળ લાભ લેનાર ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો કોઈએ પણ ખોટી રીતે આ યોજનાઓનો ફાયદો લીધો છે અથવા લઈ રહ્યા છે તો તેમના આ હપ્તા ના પૈસા પરત કરવાના રહેશે. પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ સરકાર કડક થઇ રહી છે.
હવે આ યોજના હેઠળ ખોટી રીતે હપ્તા લેવા વાળા ની ખેર નહિ. આ ખેડૂતો પાસેથી વસૂલાતની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે. મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ સાત લાખ લોકોએ છેતરપિંડી દ્વારા 10 મો હપ્તા નાણા એકત્ર કર્યા છે.
મોટી સંખ્યામાં અયોગ્ય લાભાર્થીઓમાં મોટા ભાગ ના ખોટા ખાતા અથવા નકલી આધાર ધરાવતા લોકો છે. બીજા નંબરે આવકવેરા દાતા છે તે જ સમયે એવા ઘણા લાભાર્થીઓ છે જેઓ પેલા થી સ્વર્ગવાસ થઈ ગયા છે.
આમ છતાં દર વર્ષે 2000-2000 ના ત્રણ હપ્તા લઈ રહા છે. આવી સ્થિતિમાં આ વખતે કડકતા દાખવી છે અને ખેડૂતોની ઓળખ કર્યા બાદ તેમની પાસેથી પૈસા પરત લેવામાં આવશે.દેશમાં સાત લાખથી વધુ હોય અયોગ્ય લોકોએ પીએમ કિસાન ના 10 માં હપ્તાના પૈસા ખોટી રીતે ઉપાડી લીધા છે.
અગાઉ દેશમાં 42 લાખથી વધુ અયોગ્ય લોકોએ પીએમ કિસાન હેઠળ 2000-2000 રૂપિયા ના હપ્તા તરીકે સરકારને 2900 કરોડ રૂપિયાની ખોટી રીતે છેતરપિંડી કરી છે. આ માહિતી કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પોતે સંસદ માં એક પ્રશ્ન ના જવાબ માં આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment