મોટા સમાચાર : ખેડૂતોને દસમા હપ્તા ના 2000 ના બદલે મળશે 4000 રૂપિયા, ફટાફટ કરો આ કામ

ખેડૂતો માટે ખૂબ જ મહત્વના અને કામ ના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થી છો તો તમને આગામી હપ્તામાં 4 હજાર રૂપિયા મળી શકે છે.આ માટે તમારે 31 ઓક્ટોબર l અથવા તે પહેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ છેતરપીંડી રોકવા માટે કેન્દ્રની મોદી સરકાર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પણ કર્યા છે.આ અંતર્ગત હવે પ્રધાનમંત્રી કિસાન યોજના માં રજીસ્ટ્રેશન માટે રેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

પીએમ કિસાન યોજના હેઠળ નવા રજિસ્ટ્રેશન પર રેશનકાર્ડ નંબર આપવો ફરજીયાત રહેશે. રેશનકાર્ડની ફરજિયાત આવશ્યકતા સાથે રજીસ્ટ્રેશન દરમિયાન ફક્ત ડોક્યુમેન્ટ સોફ્ટ કોપી બનાવવાની અને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

તમને જણાવી દઈએ કે જો તમે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની લિસ્ટ માં તમારું નામ નોંધાવ્યું નથી તો તમારી પાસે 31 ઓક્ટોબર સુધી નો સમય છે. જો કોઈ ખેડૂત આ તારીખ પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે તો 4000 રૂપિયા મળશે.

તમને જણાવી દઈએ કે તમને સતત બે હપ્તા મળશે. જો તમારી અરજી સ્વીકારવામાં આવશે તો નવેમ્બરમાં તમને બે હજાર રૂપિયા મળશે અને તે પછી ડિસેમ્બરમાં પણ તમારા બેન્ક ખાતામાં 2000 રૂપિયા આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*