ઇસરો અને નાસાના વૈજ્ઞાનિકો હવે આવશે કચ્છ માતાના મઢે,માતાના મઢ વિસ્તારમાં હાથ ધરાશે સંશોધન,જાણો શું છે ત્યાં આટલું બધું ખાસ

Published on: 11:02 am, Sat, 30 October 21

ફરી એક વખત ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું થયું છે અને આ વખતે તો દુનિયાના વૈજ્ઞાનિકો કચ્છમાં દોડી આવશે. અહીં એવી વસ્તુઓ મળી આવે છે કે વૈજ્ઞાનિકો સંશોધન કરવા માટે કચ્છ માતાનામઢ વિસ્તારમાં આવી પહોંચશે.

કચ્છના માતાના મઢ વિસ્તારમાં મંગળ ગ્રહ જેવી સપાટી જોવા મળી છે. વૈશ્વિક સ્તર પર ચાલતા પ્રોજેક્ટ માં ખૂબ જ મહત્વપૂર્ણ મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ નામનું ખનીજ માતાના મઢમાં પણ મળી આવ્યું હતું. પ્રાથમિક સંશોધનમાં સાબિત થયું છે કે માતા ની જમીન મંગળ ગ્રહ જેવી જ છે.

જેના કારણે દેશની અનેક નામાંકિત સંસ્થાઓના વૈજ્ઞાનિકો અહીં સંશોધન કરવા માટે આવશે.આ સંશોધનમાં તેઓ દ્વારા મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલાં વાતાવરણમાં ફેરફારના કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા તેના પર અભ્યાસ કરવામાં આવશે.

નાસાના વૈજ્ઞાનિકો 2019 માં અહીં આવ્યા હતા પરંતુ સંશોધન આગળ વધી શક્યું ન હતું. વૈજ્ઞાનિકોનો દાવો છે કે,બેસાલ્ટ ટેરેન એ પૃથ્વી પર માતાનો મઢ માત્ર એવું સ્થળ છે જ્યાં જેરોસાઈટ મળી આવ્યું છે.અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2014-15 માં નાસા અને ઈસરોના વૈજ્ઞાનિકો ભારતની કેટલીક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માતાના મઢ ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

આ જમીન અંગે પહેલેથી નાસા દ્વારા સંશોધન કરવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી કે મંગળ ગ્રહ પર જેવી જમીન છે તેવી જમીન પુરા વિશ્વમાં બીજે ક્યાં છે ત્યારે ભારતમાં મહારાષ્ટ્ર, લદાખ અને કચ્છના દ્ર્શ્યો મંગળ ગ્રહની ભુપુષ્ટ જમીન સાથે મેળ ખાતા હોવાનું જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!