ખેડૂતો માટે આનંદના સમાચાર, ખેડૂતોને રૂપિયા 15000 ની મળશે સહાય

ગુજરાત સરકાર દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં તમને 10000 થી 15000 સુધીની સહાય મળવાપાત્ર છે. સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50 ટકા મુજબ વધુમાં વધુ દસ હજાર રૂપિયાની હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે.

અનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે ખર્ચના 75 ટકા મુજબ વધુમાં વધુ 15000 રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે. વધુમાં વધુ 1 હેકટર ની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના 75 ટકા મુજબ વધુમાં વધુ 15 હજાર રૂપિયા થશે અને

આપને ઉપર જણાવ્યું તેમ વધુમાં વધુ એક હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. ભારત સરકારના પર્વતમાન ફર્ટિલાઇઝર કંટ્રોલ એક્ટના ધારાધોરણો મુજબ વોટર સોલ્યુબલ ફટીલાઈઝર કે જેને સરકાર શ્રી દ્વારા ઉત્પાદન માટે માન્ય કરવામાં આવેલ ખાનગી સંસ્થાઓ પાસેથી ખરીદવાનું રહેશે.

અરજદાર દ્વીપ ઈરીગેશન હોવા અંગેના પુરાવા રજૂ કરવાના રહેશે.આ સહાય લાભાર્થીને એક જ વાર મળવા પાત્ર રહેશે.ફોર્મ ભરવાની તારીખ 30 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક, સાતબાર અને 8a ની નકલ અરજી સબમિટ કરવાની રહેશે.

આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે અને લાભાર્થીએ ગ્રામ્ય કક્ષાએ VCE પાસે જઇને અરજી કરી શકશે અથવા તો કોમ્પ્યુટર નું કામ કરતા ઓપરેટર પાસે જઈને પણ અરજી કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*