ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી હાર્ટ એટેક આવવાના બનાવ ખૂબ જ વધી ગયા છે. રાજ્યમાં સૌપ્રથમ મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના બનાવો વધ્યા હતા. ત્યારે હાલમાં નાની ઉંમરના યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેક આવવાના બનાવ વધી ગયા છે.
ત્યારે બુધવારના રોજ સવારના સમયે પાટણમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. અહીં હાર્ટ એટેક આવવાના કારણે 48 વર્ષના દિલીપકુમાર પ્રભાશંકર વ્યાસ નામના વ્યક્તિનું મોત થયું છે.
મળતી માહિતી અનુસાર પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના વ્યક્તિ દિલીપકુમાર બુધવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ ખેતરે પિયત કરવા ગયા હતા. આ દરમિયાન દિલીપભાઈને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
એટલે તેમને ખાનગી વાહનમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ દિલીપભાઈનું કરુણ મોત થઈ ગયું હતું. દિલીપભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ગામના ખેડૂતનું મોત થતા જ ગામના લોકોમાં ગમગીની ફેલાઈ ગઈ છે. આ પહેલા પણ ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે આવી જ રીતે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં સતત વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાના કારણે હવે તો ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment