આવતીકાલે 4 એપ્રિલ અને 5 એપ્રિલે ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકૈત ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે દિલ્હી આંદોલનનો રેલો ગુજરાતમાં પહોંચવાના એંધાણ વચ્ચે સરકાર સજાગ થઈ ગઈ છે.
દિલ્હીમાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આગામી એપ્રિલ મહિનામાં ગુજરાત માં આંદોલનના નેતા રાકેશ ટીકૈત નો પ્રવાસ ગોઠવાતા રાજ્ય સરકારની ઊંઘ ઊડી ગઈ છે.
આવતીકાલે તેઓ ગુજરાત આવશે ત્યારે આબુરોડથી ટ્રેક્ટર યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. કિસાન સંઘર્ષ મંચ ને ટ્રેક્ટર યાત્રા ને કોંગ્રેસ સમર્થન પહેલા થી મળી ગયું છે.
હાલમાં એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ પણ આ યાત્રા માં જોડાશે. અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં ખેડૂતો નો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને વાત કરતા અટકાવાયા છે.
અમારું ખેડૂત હિતની વાત કરનારા ને સમર્થન હંમેશા રહેશે.કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરેલુ રાજ્ય ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારા શરૂ થયા છે.
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન આંદોલન કારી ખેડૂત નેતા રાકેશજી 4 એપ્રિલે એટલે કે આવતીકાલે ગુજરાતની બે દિવસે મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ બારડોલી અને પાલનપુરમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment