જાણો રાજ્યના પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં શેની કરી આગાહી ?

183

ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે અને પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને મોટી આગાહી કરેલ છે જે સામે આવી છે. અંબાલાલે જણાવ્યું કે સાત એપ્રિલ સુધીમાં કચ્છ, રાજસ્થાન ગલ્ફ, પાકિસ્તાનના ભાગોમાંથી ધૂળ આવશે.

10 થી 16 એપ્રિલ સુધીમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડશે.

16 થી 20 એપ્રિલ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહેલી છે. રાજ્યમાં ધુલભરી આંધી, કેટલાક ભાગોમાં કરા પડવાની સંભાવના છે.

દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા રહેશે.7 એપ્રિલ સુધીમાં રાજસ્થાનમાં પણ હવામાન પલટાવાની શકયતા છે અને 10 થી 20 એપ્રિલ સુધીમાં ગરમીનો પ્રકોપ વધશે.

અંબાલાલ ની આગાહી મુજબ 10 થી 20 એપ્રિલ સુધીમાં ગરમીનો પ્રકોપ વધશે. 7 એપ્રિલ સુધીમાં રાજસ્થાનમાં પણ હવામાન પલટાવવાની શક્યતા છે ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા રહેશે.

16 થી 20 એપ્રિલ માં ઉત્તર પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડશે અને વડોદરા, આણંદમાં પણ ભારે ગરમી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!