દેશમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે નું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે દ્વારા સરકારની તુલના સિંહ સાથે કરવામાં આવી છે. આ ઉપરાંત રાકેશ ટિકૈતે કહ્યું કે લોકોએ હવે તૈયાર રહેવું જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું કે જો સિંહ શાંત બેસી જાય તો હરણે એ ના વિચારવું જોઈએ કે તે શાંત છે. પરંતુ તે કંઈક નવી ચાલ ચાલવાની તૈયારી માં છે. આ ઉપરાંત રાકેશ ટિકૈતે કહ્યું દિલ્હીનો સિંહ ચૂપ છે.
તેનો મતલબ એમ છે કે તે કંઈક નવું કરવા જઈ રહ્યો છે. ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે ગામડામાં લોકો સાવધાન થઈ જજો. આ ઉપરાંત રાકેશ ટિકૈતે દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે હવે સરકાર નરમ પડી રહી છે, આ તો દગો છે.
ગામડાના લોકો તૈયાર થઈ જઈશું કારણકે હવે દિલ્હી મંગુ થઈ ગયું છે. તે જે મીઠાં હોય છે તે ખુરશી જોડે ચોટી જાય છે. સરકાર મીઠી છે એટલે સરકાર કોઈને કોઈ ચાલ ચાલશે.
તેમજ રાકેશ ટિકૈતે સરકારને આકરા શબ્દો સાથે કહ્યું કે તમે ડીઝલ ગમે તેટલું મોંઘું કરી લો, અમારા ટ્રેક્ટરો તો બધા તૈયાર જ છે. ઉપરાંત શેરડી ને લઈને પણ રાકેશ ટિકૈતે કહ્યું કે શેરડી તો અમારી પાસે જ લેવામાં આવે છે પરંતુ અમને શેરડીનો પુરતો ભાવ નથી મળતો.
જો શેરડી ને કાપી કાપીને ખાઈએ તો તેમાંથી રસ નથી નીકળતો. જો શેરડી પિસાશે તો જ શેરડી રસ આપશે. આ ઉપરાંત મીનાક્ષી લેખી એ પોતાનું મવાલી નું નિવેદન પણ પાછું લઈ લીધું છે. આ ઉપરાંત તેમને કહ્યું છે કે તેમના શબ્દો ને મારી મચડીને રજૂઆત કરવામાં આવી હતા.
ત્યારે આ સમગ્ર મામલા પર રાકેશ ટિકૈતે કહ્યું કે આ સમગ્ર નિવેદન મીનાક્ષી લેખી હતું જ નહીં આ નિવેદન તો ભાજપ સરકાર તરફથી આપવામાં આવ્યું હતું. એટલે હવે માફી તો ભાજપ સરકારને જ માનવી જોઈએ. વધુમાં રાકેશ ટિકૈતે કહ્યું કે અમે તો પંચાયત વાળા છીએ, અમે તો મહિલાઓ પાસે માફી નથી મંગાવતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment