હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક સરકારી શાળાના ધોરણ-9ના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક અને શાળાના સ્ટાફના બે સભ્યોને ઝાડ સાથે બાંધીને તેમની ધોલાઈ કરી હતી. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આ તમામ વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હતા અને તેના કારણે તેઓ નપાસ થયા હતા. સમગ્ર વિદ્યાર્થીઓનો આરોપ છે કે, શિક્ષકે જાણી જોઈને અમને ઓછા માર્ક્સ આપ્યા છે. જેના કારણે અમે પરીક્ષામાં નપાસ થયા છીએ.
જેના કારણે નારાજ થઈને તમામ વિદ્યાર્થીઓએ ભેગા મળીને શિક્ષક, ક્લાર્ક અને પટાવાળાને શાળાના જ આંબાના ઝાડ સાથે બાંધીને તેમની જબરદસ્ત ધોલાઈ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ સમગ્ર ઘટના ફેસબૂક પર લાઈવ કરી હતી. આ વિડીયો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના ઝારખંડના દુમકામાં બની હતી. મળતી માહિતી અનુસાર ઝારખંડ એકેડેમી કાઉન્સિલએ 26 ઓગસ્ટના રોજ ધોરણ નવ નું પરિણામ જાહેર કર્યું હતું. આ પરીક્ષાની અંદર અનુસૂચિત જાતિના હાઇસ્કુલ ગોપીકદરના 11 વિદ્યાર્થીઓના પાસ થયા હતા. જેના કારણે તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ થઈ ગયા હતા.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ સોમવારના રોજ સવારે એક ગ્રુપ બનાવીને શાળાના શિક્ષક કુમાર સુમન અને ક્લાર્ક પાસે પહોંચ્યા હતા. ત્યાં જઈને વિદ્યાર્થીઓએ પ્રેક્ટીકલમાં મળેલા ઓછા માર્ક વિશે તેમની પૂછપરછ કરી હતી. અને પેપર બતાવવાની જીદ પણ કરી હતી. ત્યારે શિક્ષકે પેપર બતાવવાની ના પાડી અને વિદ્યાર્થીઓ બેકાબુ બની ગયા હતા.
નપાસ થતા ધોરણ-9ના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકને આંબાના ઝાડ સાથે બાંધી દીધા, ત્યારબાદ કર્યું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો…. pic.twitter.com/gMfTnQWn4x
— GUJJU ROCKZ (@gujju_rockz) August 31, 2022
બેકાબુ બનીને વિદ્યાર્થીઓએ શિક્ષકની ધુલાઈ કરી નાખી હતી. ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલા વિદ્યાર્થીઓએ ત્રણેયને શાળામાં આવેલા આંબાના ઝાડ સાથે બાંધી દીધા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment