ગોવા મા સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત ચૂંટણીમાં 49 માંથી 32 સીટો પર ભાજપ ની જીત હાસલ થઇ છે. વિપક્ષી દળ કોંગ્રેસના ખાતામાં માત્ર 4 સીટ આવી છે. રાજ્યમાં 48 જિલ્લા પંચાયત ક્ષેત્રની 50 સીટો છે પરંતુ એક સીટ પર ઉમેદવારના નિધનના કારણે ચૂંટણી ટાળી દેવામાં આવી હતી. આ સીટો પર ૧૨ ડિસેમ્બરે મતદાન થયું હતું. સોમવારના રોજ એટલે કે ગઇ કાલે જાહેર થયેલા.
પરિણામોમાં ભાજપે 32 સીટો પર જીત મેળવી છે જ્યારે 7 સીટ અપક્ષ ઉમેદવાર ના ખાતામાં ગઈ હતી. કોંગ્રેસના ખાતામાં 4, એમજીપી ના ભાગમાં 3, એનસીપી અને આમ આદમી પાર્ટીને એક એક સિટથી સંતોષ કરવો પડ્યો હતો.ગોવાના પરિણામ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ખુશી વ્યક્ત કરી છે.
તેમને કહ્યું કે ગોવામાં ભાજપની જીત, કિસાનો, મજૂરો, મહિલાઓ અને યુવાઓ નો ભાજપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારની નીતિઓ પર વિશ્વાસ દર્શાવે છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત એ પ્રદેશના ગ્રામીણ ક્ષેત્રોમાં ભાજપના ચૂંટણી પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી છે.
તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતૃત્વમાં કામ કરી રહેલા ગોવા સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા માટે ગોવાની જનતાની સામે નતમસ્તક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment