પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સતત મજબૂત થઈ રહી છે અને વિરોધી પક્ષના એક થી એક મોટા નેતાઓને તોડવામાં આવી રહ્યા છે.શનિવારના રોજ ભાજપને વધુ એક સફળતા મળી છે અને હાલમાં જ પશ્ચિમ બંગાળની સત્તાપક્ષ ટીએમસી છોડનાર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીએ નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં ભાજપમાં જોડાઈ ગયા છે.
દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાતા પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.અવસર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા.દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા બાદ જે પી નડ્ડા કહ્યું કે.
દિનેશ ત્રિવેદી સારા વ્યક્તિ પરંતુ ખોટી પાર્ટીમાં હતા અને તેઓએ કહ્યું કે, અમે વિચારશીલ લોકોનું સન્માન કરીએ છીએ અને નોંધનીય છે કે, દિનેશ ત્રિવેદીએ 12 ફેબ્રુઆરીના રોજ ટી.એમ.સી માંથી રાજીનામું આપ્યું હતું.પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.
ત્યારે ભાજપ અને અન્ય પક્ષો આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ની ચૂંટણી જીતવા એ ભાજપ માટે મોટો પડકાર છે અને ચૂંટણી પહેલા જ ભાજપના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે કે દિનેશ ત્રિવેદીએ ટી એમ સી માંથી થોડાક સમય પહેલા રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ તેઓ આજરોજ ભાજપ માં જોડાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment