શિક્ષકોની ભરતી ને લઈને આવ્યા અંત્યત મોટા સમાચાર, રાજ્યની રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કેટલાક અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે પૈકી શિક્ષકોની ભરતી ને લઈને રાજ્યની રૂપાણી સરકારે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યમાં 6616 અધ્યાપક સહાયકોની ભરતી માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.

પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાતમાં 6616 અધ્યાપક સહાયકોની ભરતી માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 2307 જગ્યાઓની ભરતી કરાશે.

તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3382 શિક્ષણ સહાયક ની ભરતી કરાશે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યની કોલેજોમાં 927 અધ્યાપકોની ભરતી કરાશે અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી પ્રમાણે.

ગુજરાતમાં 6616 અધ્યાપક સહાયકોની ભરતી અન્વયે અંગ્રેજી વિષયના 624 શિક્ષકો, એકાઉન્ટ વિષયના 446 શિક્ષકો, સમાજશાસ્ત્ર 334 શિક્ષકો, ઇકોનોમીના 273 શિક્ષકો, ગુજરાતી વિષયના 254 શિક્ષકો, ગણિત-વિજ્ઞાનના 1039 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બાળકોને શાળાએ મોકલવા માટેની અપીલ કરી હતી અને સાથે તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયગાળામાં પરીક્ષાની પણ તારીખ જાહેરાત કરવામાં આવશે.

કોરોના મહામારી ના કારણે છેલ્લા કેટલાક મહિનાથી બંધ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા 11 મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*