આંગણવાડી ને લઈને કેન્દ્રની મોદી સરકારે નિર્ણય ન લેતા સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો આદેશ.

204

કોરોના મહામારી ફેલાયા બાદ ભારતમાં માર્ચ મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી શાળા-કોલેજ અને આંગણવાડીઓ બંધ હતી. ત્યાર બાદ પરિસ્થિતિ કાબુમાં આવતા અન્ય રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા અને.

કોલેજ ખોલવાની પરમીશન આપવામાં આવી રહી છે ત્યારે આપને જણાવી દઇએ કે હાલ સુધી રાજ્યમાં આંગણવાડી બંધ છે.સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે આદેશ આપવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યો છે.

કે આ મહિનાના અંત સુધીમાં એટલે કે 31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડી સેવાઓ શરૂ કરવામાં આવે.જે વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં છે તેને આ આદેશ માંથી બાકાત રાખવામાં આવે.કેટલાક મહિનાથી બંધ આંગણવાડી ને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

જેમાં આંગણવાડીઓને ફરીથી શરૂ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી. અરજી ની અંદર કોરોના ના કારણે 14 લાખ આંગણવાડીઓ બંધ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બાળકો અને માતાઓમાં પોષણક્ષમ આહાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આંગણવાડી ના માધ્યમથી નવજાત થી 6 વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓને સુકુન રાસન આપવામાં આવે છે.ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણીમાં તમામ રાજ્ય સરકારોને નિર્ણય લેવા માટે આદેશ આપ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!