મિત્રો આ ભલાઈનો જમાનો નથી રહ્યો. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં અકસ્માત થાય ત્યારે કેટલાક લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને બચાવતા નથી, પરંતુ તેનો વિડીયો ઉતારે છે. કેટલાક એવા કિસ્સાઓ સાંભળ્યા છે, જેમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને બચાવવા ગયેલા વ્યક્તિની કીમતી વસ્તુ ચોરાઈ જાય છે.
ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો ઇન્દોરથી સામે આવી રહ્યો છે. ઈન્દોર શહેરના એમ.આઈ.જી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ પર સવાર બે બાળકો સામેથી આવી રહેલી બાઈક સાથે અથડાયા હતા. આ કારણોસર સાયકલ સવાર બાળકો અને બાઇક સવાર યુવકો રોડ પર પડ્યા હતા.
આ ઘટનામાં બંને બાળકો અને બાઈક સવાર યુવકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અકસ્માતની ઘટના બનતા ત્યાં હાજર એક વેપારી તેમની મદદ કરવા માટે તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ઉતાવળમાં વેપારીનો મોબાઈલ અને કેટલાક પૈસા રોડ પર પડી ગયા હતા.
આ દરમિયાન એક બાળક ઘટનાસ્થળ પર આવે છે. વેપારીની નજર ન જાય તેમ બાળક રોડ પર પડેલો મોબાઇલ હાથમાં ઉઠાવી લે છે. અને તે તરત જ મોબાઈલ એક બીજા યુવકને પકડાવી દે છે. ત્યાર બાદ બાળક ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.
પરંતુ જે યુવક પાસે મોબાઈલ હતો તે યુવક ઘટનાસ્થળે જ ઊભો હોય છે. આ યુવકે વેપારીને તેનો મોબાઇલ પરત ન કર્યો અને ત્યાંથી થોડીકવાર પછી ભાગી ગયો હતો. આ ઘટના બન્યા બાદ વેપારી પોતાનો મોબાઈલ ચેક કરે છે, ત્યારે વેપારીને ખબર પડે છે કે તેનો મોબાઇલ તેની પાસે નથી.
મદદ કરવી મોંઘી પડી…! અકસ્માત થતા બચાવવા ગયેલા વેપારી સાથે બન્યું એવું કે – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ pic.twitter.com/M7ORYXtEk6
— GUJJU ROCKZ (@gujju_rockz) June 15, 2022
ત્યારબાદ વેપારી પોતાનો મોબાઈલ આજુબાજુ ગોતે છે પરંતુ તેને મોબાઇલ મળતો નથી. આ સમગ્ર ઘટના અંગે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment