આવી મહિલાથી દરેક દુકાનદારો જેથી જજો, નહીંતર તમને પણ કરી નાખશે ‘થન થન ગોપાલ…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…

મિત્રો સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ જ્વેલર્સમાં જઈને કંઈક એવું કર્યું કે જ્વેલર્સના માલિક દોડતા થઈ ગયા હતા. આ મહિલાએ જ્વેલર્સમાં જઈને એક સોનાના હારની ચોરી કરી છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર મહિલાએ જે હાર ચોર્યો તેની કિંમત 10 લાખ રૂપિયા વહવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના 17 નવેમ્બરના રોજ ગોરખપુરમાં બની હતી. અહીં આવેલા બેચુ લાલ સરાફ પ્રાઇવેટ લિમિટેડ નામના શોરૂમમાં ચોરી કરવા માટે એક મહિલા ગ્રાહક બનીને શોરૂમમાં આવી હતી. ચોરીની સમગ્ર ઘટના શો રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આટલી મોટી ચોરી થઈ છતાં પણ દુકાનના માલિકે હજુ સુધી આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નથી. શોરૂમ ના કર્મચારીના જણાવ્યા અનુસાર 17 નવેમ્બરના રોજ શોરૂમમાં ગ્રાહકની મોટી અવરજવર હતી. ઘણી મહિલાઓ શોરૂમ ની અંદર ઘરેણા ની ખરીદી કરવા માટે પહોંચી હતી.

ત્યારે ગ્રીન સાડી પહેરીને એક 45 વર્ષની મહિલા પણ શોરૂમમાં ગ્રાહક બનીને આવી હતી. તેને પોતાના ચહેરા પર માર્કસ અને આંખ પર કાળા ચશ્મા પહેર્યા હતા. ત્યારબાદ આ મહિલા કાઉન્ટર પર આવીને સેલ્સમેનને સોનાના હાર બતાવવાનું કહે છે. જેથી સેલ્સમેન સોનાના નેકલેસ મહિલાને બતાવવાનું શરૂ કરે છે.

તેથી સેલ્સમેન મહિલાને બતાવવા માટે બે હારના બોક્સ બહાર કાઢે છે. ત્યારબાદ મહિલા બંને હારના બોક્સ પોતાના ખોળામાં મૂકીને હાર જોવાનું નાટક શરૂ કરી દે છે. સેલ્સમેનની નજર બીજે જાય છે ત્યારે મહિલા બંને બોક્સમાંથી એક બોક્સ પોતાની સાડીની અંદર છુપાવી દે છે અને બીજું બોક્સ કાઉન્ટર પર મૂકી દે છે.

થોડીક વાર બાદ મહિલા હારનું બોક્સ લઈને શોરૂમમાંથી ફરાર થઈ જાય છે. ઘણા લાંબા સમય પછી દુકાનના માલિકને ખબર પડે છે કે દુકાનની અંદરથી સોનાનો હાર ગાયબ થઈ ગયો છે. ત્યારબાદ તેઓ સીસીટીવી કેમેરા ચેક કરે છે અને તેમને આ ઘટના વિશે ખબર પડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*