આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં સૌથી મોટો વિકલ્પ ના રૂપમાં ઊભરી રહે છે. થોડાક સમય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે IB ના રિપોર્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આદમી પાર્ટીની સરકાર બની રહી છે પરંતુ તેમાં માર્જીને થોડુંક પાતળું છે. આમ આદમી પાર્ટી એ આ માર્જિનને વધારવા માટે ખૂબ જ સમક્ષ 182 વિધાનસભા નિરીક્ષકોની નિમણૂક કરે છે. આમ આદમી પાર્ટી અગાઉ પણ દિલ્હી અને પંજાબની ચૂંટણીમાં આ જ રીતે દરેક વિધાનસભામાં મજબૂત નિરીક્ષકોની નિમણૂક કરી ચૂકી છે. દરેક નિરીક્ષકોએ દિલ્હી અને પંજાબમાં વિજય પાવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ગુજરાતની ચૂંટણીમાં પણ આ જ તમામ નિરીક્ષકો પરિવર્તનના સૈનિકો બનીને આમ આદમી પાર્ટીને વિજય અપાવશે.
ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 182 નિરીક્ષક નિમણૂક કરવામાં આવ્યા છે. ગુજરાતનું ભવિષ્ય બદલવા અને ગુજરાતમાં સારા દિવસો લાવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીના દરેક નિરીક્ષકો ની જવાબદારી રહેશે કે તેઓ દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત નિશ્ચિત કરી દે. દરેક નિરીક્ષક તે ધ્યાનમાં રાખશે કે આમ આદમી પાર્ટી દ્વારા જેટલી પણ યોજનાઓ અને ગેરંટીઓ જાહેર કરવામાં આવી છે તે સામાન્ય જનતા સુધી સાચા અર્થે પહોંચે. લોકોને તે પણ જાણ થાય કે અરવિંદ કેજરીવાલ દ્વારા આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત, મફત શિક્ષણ અને મફત આરોગ્ય વ્યવસ્થા, મહિલાઓને હજાર રૂપિયાની સન્માન રાશિ અને 10 લાખ સરકારી નોકરીઓ અને દરેક બેરોજગારને રોજગારી અપાવવાના વાયદાઓ અને જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી 3000 બેરોજગારી ભથ્થુ આપવાનું. એવી ઘણી બધી જનતાને લાભ આપવા વાળી સુવિધાઓ લાગુ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment