આજનો દિવસ એટલે કે ભગતસિંહ નો શહીદ દિવસ તરીકે માનવામાં આવે છે. અંગ્રેજોએ ભગત સિંહને આપણી પાસેથી છીનવી લીધા પરંતું તેમનું સ્થાન હજી આપણા દિલમાં જ છે. ભારતની સાથે સાથે ભગત સિંહના ચાહકો હાલમાં પાકિસ્તાન માં પણ જોવા મળે છે જે આશ્ચર્ય જનક વાત કહેવાય. અને તેમનું પૈતૃક ઘર આજે પાકિસ્તાનમાં સ્થિત છે .જ્યારે પણ આઝાદી ની વાત કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ ભગત સિંહને યાદ કરતા હોય છે.
દેશને આઝાદ કરવા માટે જવાનો પોતાની જિંદગી કુરબાન કરી દે છે એવુંજ એક ઉદાહરણ પૂરું પાડતા એવા દેશની આઝાદીમાં જિંદગી કુરબાન કરી દીધી એવા શહીદ ભગત સિંહનું નામ આવે છે. 23 માર્ચ 1931 નાં રોજ ભગતસિંહ નો શહીદ નો દિવસ મનાવવામાં આવે છે અને તેજ દિવસે રાજગુરુ અને સુખદેવ ને ફાંસી ની સજા આપવામાં આવી હતી. ભગત સિંહ જેવા શહીદ દેશ માટે કુરબાની આપી દેતા હોય છે.
ચાલો આપણે વાત કરીશું શહીદ ભગતસિંહ નાં પૈતૃક ઘર વિશે….
ભગત સિંહ નું પૈતૃક ઘર ફગવાડા – રોપડ નેશનલ હાઇવે સ્થિત બંગા થી ત્રણ કિલોમીટર દૂર પાકિસ્તાન આવેલું છે . આ જ ઘરમાં તેમનો જન્મ થયો હતો એને બાળપણ ની મજા પણ આજ ઘર માં લીધી હતી. હાલ માં આ હવેલી પંજાબ પ્રાંતના ખટકડકલા ગામ માં છે જેમની પુરાતત્વ અને સંસ્કૃતિ વિભાગે તેનું સમારકામ કરવાની સાથે તેની જવાબદારી પણ લીધી છે. જ્યારે દેશ નાં ભાગલા થયા ત્યારે તેમની માતા વીધ્યાવતી અને પિતા કિશનસિંહ અહીં જ રહેતા હતા. 1975ની સાલમાં ભગત સિંહની માતા દુનિયા છોડીની ગઇ હતી. અને અહીંજ ભગતસિંહ શહીદ થયા હતા.
તેથી આ ઘરમાં કોઈ રેહતું ન હોવાથી ઘરની સાઈટ ને મ્યુઝમ માં ફેરવી દેવામાં આવ્યું છે. અને ભગત સિંહ ના આ ઘરની સાઈટ ને હેરિટેજ સાઇટ તરીકે નામના આપી છે કે જ્યાં ભગત સિંહ નો જૂનો ખાટલો હાલ પણ જોવા મળે છે અને આ હેરિટેજ સાઇટ ને થોડાક સમય પહેલા પર્યટકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.
ભગત સિંહ ની યાદો તાજી કરવા માટે મેમોરિયલ ફાઉન્ડેશન સાઈટનું ધ્યાન રાખી રહ્યાં છે. અને આ ઘરમાં હજુ પણ તેમની યાદ માટે ઘણી એવી વસ્તુ જોવા મળે છે જેમકે એવું પણ કહેવામાં આવ્યું છે જ્યાં ભગતસિંહનાં દાદા એ 124વર્ષ પહેલા વાવેલો આંબો પણ હજુ સુધી જોવા મળે છે
શહીદ થયેલા એવા ભગત સિંહ ની યાદ ને તાજી કરવા માટે અને તેમની થોડી ઘણી એવી વસ્તુ જે તેમની યાદ અપાવે એવીવસ્તુ જેવી કે જૂનો લાકડા નો કબાટ, અમુક ખેતી ને લગતા સામાન, યાદ સ્વરૂપ થોડા ઘણા વાસણ પણ સાચવી રાખવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment