આજે અમે તમને કચ્છમાં આવેલા ચમત્કારીક રવેચી માતાના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રવેચી માતા નું મંદિર રાપર તાલુકાના રવ ગામે આવેલું છે. આજથી હજારો વર્ષ પહેલા પાંડવો દ્વારા નવ શિખર અને ગુમ્મટ વાળું રવેચી માતા નું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું. એના પછી સામબાઈ માતાએ રવેચી માતાની ફરીથી નવું મંદિર બનાવ્યું હતું.
આ મંદિરમાં રવેચી માતા ની સાથે સાથે ખોડીયાર માતાની અને આશાપુરા માતાની મૂર્તિ પણ આવેલી છે.લોકો દૂર-દૂરથી રવેચી માતાના આશીર્વાદ લેવા માટે આવે છે. મા રવેચી તેના દરવાજા આવતા દરેક ભક્તોની માનતા પૂરી કરે છે. મંદિરમાં આવતા ભક્તો દ્વારા શ્રી ફળ વધેરવાનો રિવાજ છે. રવેચી માતાના મંદિરમાં દિવસમાં ત્રણવાર આરતી કરવામાં આવે છે.અહી આવતા તમામ ભક્તોને મફતમાં ભોજન આપવામાં આવે છે.
રવેચી માતા એ રવ,ડાવરી,ત્રંબો અને જેસડા આ ચાર ગામોને રક્ષણ માટેનું વચન આપેલું છે.આ ચાર ગામમાં શિયાળાની રાતે ઠંડો પવન વાતો નથી. અહીંના ગામની ગાયો પણ રાતે બહાર બેસે છે. આ ચાર ગામમાં શિયાળાની રાતે કોઈને ઠંડી લાગતી નથી. આ સિવાય આ ચાર ગામમાં કોઈ પણ તકલીફ આવતી નથી અને ચોરીના બનાવો પણ બનતા નથી.જે માં રવેચીનો અદભુત પરચો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment