આજના આ ઘોળ કળિયુગમાં જે માતા પિતાએ પેટે પાટા બાંધીને પોતાના દીકરા કે દીકરીઓને મોટા કર્યા હોય અને એ જ દીકરા કે દીકરીઓ તેમના માતા-પિતાના ઘડપણમાં સહારો બનવાની જગ્યાએ તરછોડી દેતા નજરે પડે છે.આપણે જાણીએ છીએ કે માતા-પિતા પોતાના બાળકોની બધી અધૂરી ઈચ્છાઓ પણ પૂરી કરવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે.
24 જુલાઈ એટલે રાષ્ટ્રીય માતા પિતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.એવામાં જ આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જે સાંભળીને સૌ કોઈ લોકો ભાવુક થયું છે.હા, આ વાત એક વૃદ્ધ માતા પિતા કે જેમને ત્રણ છોકરા હોવા છતાં એ માતા પિતા હાલ વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર બન્યા છે.
તેમને ત્રણ બાળકો હોવા છતાં એક પણ બાળક એ માતા-પિતાને રાખવા તૈયાર નથી. વિસ્તૃતમાં જણાવીશ તો મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના પાટણ રોડ પર આવેલા એ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ આશ્રમમાં એ માતા પિતા હાલ રહે છે, ત્યારે એ પાટણ રોડ પર આવેલા સ્વામી સચ્ચિદાનંદ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટ એવા પોપટભાઈ દેવચંદદાસ પટેલ એ જણાવતા કહ્યું કે આ વૃદ્ધાશ્રમમાં 23 લોકો રહે છે.
જેમનો સવારનો ચા નાસ્તો, બપોરે પૌષ્ટિક આહાર, ચા અને સાંજે જમવાનું અહીંથી જ આપવામાં આવે છે. આ આશ્રમમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને રહેવાની અને જમવાની ઉત્તમ શ્રેષ્ઠ વ્યવસ્થા આ સંસ્થા દ્વારા આપવામાં આવી રહી છે.
એવામાં જ આ વૃદ્ધાશ્રમમાં કાંતાબેન પટેલ કે જેવું છેલ્લા 30 વર્ષથી સેવા આપી રહ્યા હતા. આ વૃદ્ધાશ્રમ ઘણા સમયથી કાર્યરત છે.જેમાં મહેસાણાના રહેતા એવા મંગુબેન કે જેમની આજે વાત કરીએ. આ મંગુબેન એ પોતાના ત્રણ છોકરાઓ વિશે જણાવતા તેમની વાત સાંભળીને સૌ કોઈ લોકો ભાવ થઈ ગયા હતા.
તેમણે કહ્યું કે ત્રણેય છોકરાઓએ ઘર અને જમીનના પેપર પર સહી કરાવી દીધી હતી અને તેમને તરછોડી દીધા ત્યારે અમે અહીં આ વૃદ્ધાશ્રમમાં રહીને છેલ્લા 30 વર્ષથી સેવા કરી રહ્યા છે. અને અહીં જ ત્રણ દીકરાઓ હોવા છતાં વૃદ્ધાશ્રમર રહીને તેમના દિવસો પસાર કરવા મજબૂર બન્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment