મિત્રો થોડા દિવસ પહેલા ગીર સોમનાથના ચલાલા તાલુકાના ધાવા ગીર ગામે બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. અહીં એક બાપ અને મોટા બાપુજીએ મળીને અંધશ્રદ્ધામાં 14 વર્ષની માસુમ દીકરીનો જીવ લઈ લીધો હતો. બંને આરોપીઓએ મળીને દીકરીને ખૂબ જ દર્દનાથ મૃત્યુ આપ્યું હતું. મળતી માહિતી અનુસાર દીકરીને સાત દિવસ ભૂખી રાખવામાં આવી હતી.
આ ઉપરાંત દીકરીના શરીર પર જીવડા પડી ગયા તો પણ તેના બાપને દયા આવી ન હતી. આ ઘટનામાં દીકરીનું રિબાઈ રિબાઈને કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આવા નરાધમાં બાપને કડકમાં કડક સજા મળે તે માટે થોડાક દિવસ પહેલા ગીર પથકના સર્વ સમાજના લોકો અને આગેવાનો દ્વારા મામલતદાર ને આવેદન પાઠવ્યું હતું.
ધૈર્યાના મૂળ સુધી પહોંચવા અને માસુમ દીકરીના જેવું લેવા પાછળ કોઈ અન્ય વ્યક્તિ જવાબદાર હોય તે બહાર આવે તે માટે આગળની તપાસ CBI પાસે કરાવવાની માંગણી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા દલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, પાલિકા ઉપપ્રમુખ અમિત ઉનડકટ સહિત દરેક સમાજ તથા રાજકીય પક્ષના આગેવાનો ઉપરાંત ગીર પથકના તમામ ગામોમાંથી સર્વ સમાજના લોકો, બહેનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
ત્યારબાદ ઘટનાને લઈને લોકલાગણી દર્શાવતું દેશના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને સંબોધેલા આવેદનપત્ર મામલતદારને પાઠવવામાં આવ્યું હતું. હજુ પણ આ કેસને લઈને ઘણા બધા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે. આ ઘટનાને લઈને દીકરીની માતાએ આપેલું નિવેદન પણ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયું હતું.
જેમાં દીકરી ની માતાએ નિવેદન આપ્યું હતું કે મેં જ મારા પતિને આ પ્રકારનું પગલું ભરવાનું કહ્યું હતું. આરોપીઓ અને કડકમાં કડક સજા મળે અને આ ઘટનાને કોઈ અન્ય આરોપીઓ હોય તો તે પણ સામે આવે તેને લઈને દરેક સમાજના લોકોએ આગળની કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી છે.
મિત્રો તમે વિચારી શકો છો કે આવા લોકોના મનમાં કેટલા હદ સુધી અંધશ્રદ્ધા ભરેલી હશે. અંધશ્રદ્ધામાં તેને પોતાની સગી માસુમ દીકરીનો જીવ લઈ લીધો. દરેક મિત્રોને એક વિનંતી છે કે, આવી અંધશ્રદ્ધાથી દૂર રહેવું અને જો કોઈ આવું કાર્ય કરતું હોય તો તેની સામે ચોક્કસ પગલાં લેવા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment